BANASKANTHAGUJARATPALANPUR
સમતા વિદ્યાવિહાર સંકુલ પાલનપુરમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતીની ઉજવણી
15 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
સમતા વિદ્યાવિહાર સંકુલ પાલનપુરમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતીની ઉજવણી બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર સંકુલ પાલનપુરમાં આજે ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી જેમાં સૌ પ્રથમ બાબાસાહેબની પ્રતિમાને કેળવણી મંડળના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રી, હોદ્દેદારશ્રીઓ અને કારોબારી સભ્યશ્રીઓએ ફૂલહાર અર્પણ કરી બુદ્ધ વંદના કરી ઉજવણી કરવામાં આવી. ત્યારબાદ સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકીએ ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે સર્વને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તથા સમાજમાં ખભેથી ખભા મિલાવીને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરીએ એવી મંગલકામનાઓ પણ પાઠવી.