GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગરના બહુ પ્રતિભાશાળી શિક્ષક ડૉ. ભગવતીપ્રસાદ ગમારાને અપાશે જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક

સંગીતના માધ્યમથી બાળકોનું શિક્ષણકાર્ય સરળ બને છે, કારણ કે સંગીત એ ગહન વિષયને પણ સહજ બનાવી દે છે - ડૉ. ભગવતીપ્રસાદ ગમારા

તા.04/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સંગીતના માધ્યમથી બાળકોનું શિક્ષણકાર્ય સરળ બને છે, કારણ કે સંગીત એ ગહન વિષયને પણ સહજ બનાવી દે છે – ડૉ. ભગવતીપ્રસાદ ગમારા

દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ૦૫ મી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે કોઈપણ માણસની સફળતા પાછળ શિક્ષકનો મોટો ફાળો હોય છે આપણને એકડો ઘૂટવાની સાથે શરૂઆત કરીને છેલ્લું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી શિક્ષક સતત પ્રયત્નશીલ રહેતો હોય છે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે આ ઉપરાંત રાજ્ય પારિતોષિક એવોર્ડ માટે શ્રેષ્ઠ શિક્ષકોને જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે ૬ જેટલા શિક્ષકોને તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવશે આજે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ મેળવનાર એક એવા શિક્ષકની વાત કરવી છે જેમણે સંગીતથી વિદ્યાર્થીઓમાં અનેરી લોકચાહના મેળવી છે. ડૉ.ભગવતીપ્રસાદ ગમારા જેઓ વર્ષ ૨૦૦૨થી રંભાબેન પુરષોત્તમદાસ પાટડીયા ગર્લ્સ હાઇસ્કુલમાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે છેલ્લા ૨૨ વર્ષના ભગીરથ પ્રયાસોના પરિણામે જેઓને આવતીકાલે શિક્ષક દિન નિમિત્તે જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવશે આ ઉપરાંત ડૉ. ભગવતી પ્રસાદ ગમારા ધ્રુપદ સંગીત શૈલીમાં PhD થનાર સમગ્ર ગુજરાતના એકમાત્ર શિક્ષક છે પોતાની શાળાના શિક્ષકની આ સિદ્ધિથી શાળાના આચાર્ય હંસાબેન પટેલે હર્ષ સાથે જણાવ્યું હતું કે, ડૉ. ભગવતીપ્રસાદ ગમારા વર્ષ ૨૦૦૨થી શાળામાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે ડૉ. ભગવતીપ્રસાદ દ્વારા દરરોજ શાળાની બાળાઓને અલગ અલગ પ્રાર્થનાઓ શીખવવામાં આવે છે જેના કારણે શાળાના પ્રાર્થના ખંડમાં દરેક દિવસે અલગ-અલગ પ્રાર્થનાઓ જોવા મળે છે રાજ્યકક્ષા, કલા મહાકુંભ, વસંતોત્સવ, જિલ્લા કક્ષાએ યોજાતી સ્પર્ધાઓમાં શાળાની અનેક વિદ્યાર્થીનીઓએ કાઠું કાઢ્યું છે જેમાં ડૉ.ભગવતીપ્રસાદનો મોટો ફાળો છે આ ઉપરાંત દર વર્ષે શાળાના વાર્ષિક પ્રોગ્રામો પણ લાઈવ થાય છે નૃત્ય, નાટક, ગરબા વગેરેમાં રેકોર્ડેડ સંગીતની જગ્યાએ શાળાની બાળાઓ દ્વારા લાઈવ સંગીતનો ઉપયોગ કરવામાં આવે છે આમ શાળાના વિદ્યાર્થીઓમાં ગાયન, વાદન અને અભિનયથી મોટો પરિવર્તનો આવ્યા છે સંગીત જેવા વિષયોના માધ્યમથી બાળકોની અભ્યાસમાં રુચિ પણ વધી છે શાળાના આ શિક્ષકની સિદ્ધિએ સમગ્ર શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે એ માટે આચાર્યએ અભિનંદન પાઠવ્યા હતા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી પામવા બદલ શાળા પરિવાર અને તમામ લોકોનો આભાર વ્યક્ત કરતા ડૉ.ભગવતીપ્રસાદ ગમારાએ જણાવ્યું હતું કે, સંગીતથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે સંગીતના માધ્યમથી બાળકોનું શિક્ષણકાર્ય સરળ બને છે કારણ કે સંગીત એ ગહન વિષયને પણ સહજ બનાવી દે છે શાળામાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા ભારે વિષયોની વચ્ચે સંગીત વિષય બાળકોને ટેન્શન મુક્ત બનાવે છે સંગીતની પ્રાણીઓ અને પક્ષીઓ પર અસર થાય છે તો મનુષ્ય પર કેમ નહીં..? આમ બાળકોના સર્વાંગી વિકાસ માટે સંગીતના પ્રયોગોથી સારા પરિણામો જોવા મળી રહ્યા છે બીપી, માનસિક તણાવ, અનિંદ્રા જેવા દર્દીઓ પર મેં સંગીતના ઘણા પ્રયોગો કર્યા છે જેમાં મોટાભાગના દર્દીઓમાં મને સફળતા મળી છે.

રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button