GUJARATJUNAGADHKESHOD

ડો. ભીમપ્પા ઇંગળગેરી (આવકાર હોસ્પિટલ, કેશોદ) ને જિલ્લા આરોગ્ય કચેરી, જૂનાગઢ તરફથી “ઉત્કૃષ્ટ સેવા સન્માન” એનાયત

ડો. ભીમપ્પા ઇંગળગેરી (આવકાર હોસ્પિટલ, કેશોદ) ને જિલ્લા આરોગ્ય કચેરી, જૂનાગઢ તરફથી "ઉત્કૃષ્ટ સેવા સન્માન" એનાયત

જાહેર આરોગ્ય ક્ષેત્રે પ્રશંસનીય અને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ કેશોદની જાણીતી આવકાર હોસ્પિટલ ના મોભી ડો. ભીમપ્પા ઇંગળગેરી ને જિલ્લા આરોગ્ય કચેરી, જૂનાગઢ તરફથી વર્ષ ૨૦૨૫-૨૬ ના “ઉત્કૃષ્ટ સેવા સન્માન” થી નવાજવામાં આવ્યા છે. તારીખ ૧૭ જુલાઈ, ૨૦૨૬ ના રોજ જીએમઈઆરએસ (GMERS) મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, જૂનાગઢ ખાતે એક વિશેષ ગરિમામય એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ડો. ભીમપ્પા ઇંગળગેરીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાનગી પ્રેક્ટિસ કરવાની સાથે-સાથે સરકારી આરોગ્યલક્ષી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા, માતા-બાળ સ્વાસ્થ્ય જાગૃતિ (Maternal-Child Health Awareness) ના કાર્યો તેમજ જાહેર આરોગ્યને નુકસાન કરતા નોટિફાયેબલ રોગોની સમયસર જાણકારી આપીને વહીવટી તંત્રને સહયોગ આપવા બદલ તેમની આ વિશેષ પસંદગી કરવામાં આવી છે.આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ડો. ભીમપ્પા ઇંગળગેરીએ જણાવ્યું હતું કે, “આ એવોર્ડ મારા એકલાનો નથી, પરંતુ મારી સમગ્ર આવકાર હોસ્પિટલની ટીમ તેમજ મેનેજિંગ ડાયરેક્ટર રાજુભાઈ ઉસદડિયા ની મહેનતનું પરિણામ છે. સમાજની નિઃસ્વાર્થ સેવા કરવી એ જ અમારો મુખ્ય ધ્યેય રહ્યો છે.” તેમણે આ તકે સન્માન આપવા બદલ આદરણીય CDHO સાહેબ, THO સાહેબ તેમજ જિલ્લા આરોગ્ય કચેરીના તમામ અધિકારીશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને હોસ્પિટલ પર સતત વિશ્વાસ રાખવા બદલ કેશોદ તથા આસપાસની સમગ્ર જનતાનો આભાર માન્યો હતો. આ સન્માન બદલ તબીબી જગત, સ્નેહીજનો અને દર્દી મિત્રો તરફથી ડો. ભીમપ્પા ઇંગળગેરી અને તેમની ટીમને વ્યાપક શુભેચ્છાઓ મળી રહી છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!