રિપોટર.ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા સિવિલ હોસ્પિટલ ના ડો.તોમર વય મર્યાદા થી નિવૃત થતા વિદાયમાંન અપાયું
જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ દુધાત સહિત રાજકીય સામાજિક આગેવાનો રહ્યા ઉપસ્થિત
લીલીયા મોટા ની યસ કલગી સમા લીલીયા સિવિલ હોસ્પિટલ માં છેલ્લા ઘણા વર્ષોથી ડેન્ટલ વિભાગમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો.લખમણસિંહ.એલ.તોમર વય મર્યાદાથી નિવૃત્ત થતા વિદાયમાંન અપાયું ડોક્ટર તોમર છેલ્લા ઘણા વર્ષોથી લીલીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડેન્ટલ વિભાગ માં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હોય ત્યારે તેમની વય મર્યાદા થી નિવૃત્તિનો સમય થતાં લીલીયાના સામાજિક આગેવાનો,રાજકીય આગેવાનો દ્વારા ડો.તોમર ને સાકર પડો,પુષ્પગુચ્છ,સાલ, મોમેન્ટો આપી ભવ્ય વિદાયમાંન આપવા માં આવ્યું ડો.તોમરે લીલીયા નું નામ અમરેલી જિલ્લા માં નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં રોશન કરેલ અનેક દર્દીઓ દૂર દૂરથી ડો.તોમર પાસે પોતાના દાંતના ઈલાજ માટે આવતા કોમળ સ્વભાવ ધરાવતા ડોક્ટર તોમર દ્વારા દર્દીને ભગવાન નું સ્વરૂપ સમજી તેમની શક્ય તેટલી સેવા કરી આપતા મસ મોટા ખર્ચા થી પણ દર્દી ની દાંતની બીમારી સારી ન થાય ત્યારે ડો.તોમર દ્વારા આવા અનેક દર્દીઓને નિઃશુલ્ક સેવા આપી ખૂબ આશીર્વાદ પ્રાપ્ત કરેલ છે તેમજ લીલીયા ની જનતા ને પોતાનો પરિવાર સમજી તમામ લોકો ના સુખ દુઃખના સાથીદાર હતા જોકે લીલીયા ની જનતાની સેવા માટે આવનાર દિવસોમાં ડો.તોમર પોતાના વતન ન જઈને લીલીયા શહેરમાં પોતાની સેવા આપશે લીલીયા સિવિલ હોસ્પિટલમાં સદાય હસતો ચહેરો ડો.તોમર આવનાર દિવસોમાં સિવિલ હોસ્પિટલ ખાતે જોવા નહીં મળે તેની લીલીયા તેમજ આજુબાજુના વિસ્તારને મોટી ખોટ વર્તાશે ત્યારે ડો.તોમરે કરેલ નિસ્વાર્થ ભાવે દર્દીઓની સેવા લીલીયા ની જનતા ને હંમેશા યાદ રહેશે આ તકે રાજકીય આગેવાનો લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ,વિપુલભાઈ દુધાત,ભીખાભાઈ ધોરાજીયા,કાનજીભાઈ નાકરાણી,ભનુભાઈ ડાભી,કેપ્ટન ધામત, ભાસ્કરભાઈ પટેલ,પરેશ પહાડા,આર,બી,ભાલાળા સહિત અમરેલી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેના વતી જિલ્લા ઠાકોર સમાજ શિક્ષણ મંચ ના કન્વીનર રાજુભાઈ ગલસાણીયા, લીલીયા ઠાકોર સેનાના પ્રમુખ વિજયભાઈ કોગથીયા, રવજીભાઈ વઘેડિયા, કાંતિભાઈ ડુંગરિયા, બાબુભાઈ જાસલીયા,શાંતિભાઈ વાઘેલા,કાંતિભાઈ સાથળીયા,નરશીભાઈ મકવાણા સહિત ના રાજકીય સામાજિક આગેવાનો આ વિદાઈ સમારંભ માં ઉપસ્થિત રહી વિદાઈ સન્માન આપેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે