DEDIAPADAGUJARATNARMADA

સાગબારા મામલતદાર કચેરી ના ફરી એક વાર પોપડા ખર્યા.

સાગબારા મામલતદાર કચેરી ના ફરી એક વાર પોપડા ખર્યા.

તાહિર મેમણ – ડેડીયાપાડા – 24/04/2025 – સાગબારા મામલતદાર કચેરીવર્ષ ૧૯૭૦ માં બનાવી હતી.હાલઆ કચેરી જર્જરિત થતાં કેટલીક વખત છતના પોપડ ખરતા કર્મચારીઓ ભય વચ્ચે કામ કરીરહ્યા છે.આ ૫૫ વર્ષમાં અનેક વખત કચેરીની છતમાંથી પોપડા પડવાનાબનાવ બન્યા છે.અગાઉ તા.૨૭ઓક્ટોમ્બર ૨૦૨૪ના રોજ કચેરીમાં પોપડા પડવાનો બનાવ બન્યો હતો.તે પૂર્વે પણ ૪થી પાંચ વખત પોપડા ખર્ચા હતા. આ કચરાનું વય ૨૦૨૪માઅંદાજે રૂ. ૧૫ લાખના ખર્ચેરિનોવેશન કરતા અધૂરુ કામ કરીધ્યાન આપ્યુ ન હતુ.મામલતદારકચેરીને બન્યાને અંદાજિત ૫૫ વર્ષવિત્યા છે.ઇમારત બિસ્માર થઇ ગઇ હોવાથી તેના નવીનીકરણની કામગીરી અંગે વારવાર જિલ્લા કક્ષાએથી ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઇ કામગીરી થઇ નથી.હાલ કચે૨ીમાં પૂરતા પંખા,પીવાનું પાણી ,લોકો માટે બેઠક વ્યવસ્થા, બાથરૂમ જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ નથી.ચાલુ વર્ષે મામલતદાર કચેરીનું નવું મકાન બનાવવા માટે વિગતવાર દરખાસ્ત કરી છે. તેમ છતાં કોઈક કારણસરકચેરીનું નવું મકાન મંજૂર કરવામાં આવેલુ નથી.

Back to top button
error: Content is protected !!