ઝઘડીયા તાલુકામાં રમજાન માસ દરમિયાન જિંદગીનો પેહલો રોજો રાખી ખુદાની બંદગી કરતા નાના બાળકો
પોતાના રબ ને રાજી કરવા પવિત્ર રમઝાન માસ દરમિયા કેટલાક નાના ભૂલકાઓએ પોતાના જીવન નો પ્રથમ રોજો રાખ્યો હતો મુસ્લિમ સંપ્રદાયનો વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર માસ રમઝાન માસ. જે ખુબ મહિમા ધરાવતો માસ કહેવાય છે. પવિત્ર રમઝાન માસની વાત કરીએ તો ધૈર્ય, સખાવત અને કસોટીનો ત્રિવેણી સંગમ સમો માસ પણ કહેવાય છે. ચાલુ વર્ષે રમઝાન માસ ધોમધખતા તાપમાં પ્રારંભાયેલો હોઇ રોઝદારો માટે એક આકરી અગ્નિપરીક્ષા સમાન સાબિત થશે ધોમધખતા તાપની પરવા કર્યા વિના રોઝદારો પોતાના રબને રાજી રાખવા માટે અને પોતાના પર ફર્જ થયેલા રોઝા રાખી પોતાના રબની ખુશનુદી પ્રાપ્ત કરી પવિત્ર રમઝાન માસ ના રોઝા ની શરુઆત થતા જ નાના ભુલકાઓએ પણ રોજા રાખ્યા હતા જયારે ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ફૈઝ નગર ખાતે રહેતા ઝૈદ જુબેર અંન્સારી ઉંમર સાત વર્ષ,તરસાલી ખાતે રહેતા મલેક મોહમ્મદ અયાઝ ઉંમર સાત વર્ષ, વણાંકપોર ગામે રહેતા સોલંકી મોહમ્મદ અકમલ ઈમરાન ખાન ઉંમર આઠ વર્ષ, રાજપારડી પટેલ નગર ખાતે રહેતી અમીરા સફીક ખત્રી ઉંમર ચાર વર્ષ,સંજાલી ગામે રહેતી મોયાવાલા આયશા સિદ્દિકા અસ્પાક ભાઈ માત્ર 3 વર્ષ ની નાની ઉંમર માં કાળઝાળ ગરમીમા પોતાની જિંદગીનો પહેલો રોજો રાખી રબ ને રાજી કરવાનો પ્રયાસ ખ઼ુદા ની બંદગી કરી પરિવાર તરફથી રોજા રાખનાર અકમલ સોલંકી, અયાજ મલેક, ઝૈદ અન્સારી,આયશા સિદ્દિકા, અમીરા ખત્રી ને ફુલહાર પહેરાવી પ્રથમ રોજા ની મુબારક બાદ આપી હતી નાના બાળકો એ રોજો રાખીને ખુદાની બંદગી કરી હતી જેથી તેના માતા-પિતા અને સમગ્ર સમાજના આગેવાનો અને કુટુંબીજનોએ આ નાનકડાં બાળકો ને શુભેચ્છા અભિનંદન પાઠવી હતી સમગ્ર દેશ માં અમન ચેન સુકુન શાંતિ બની રહે તે માટે દુઆ ગુજારવામાં આવી હતી
ઈરફાન ખત્રી
રાજપારડી