ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન
4 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
આદિવાસી સમુદાયોના સર્વાંગી વિકાસ માટે બનાસકાંઠાના પાંચ તાલુકાના ૧૬૭ ગામોના ૧.૯૧ લાખથી વધુ લોકો માટે કેમ્પ યોજાશે બનાસકાંઠામાં ૩ જુલાઈ થી ૧૫ જુલાઈ સુધી પાંચ તાલુકાના ૨૦ ગામ ખાતે સેચ્યુરેશન કેમ્પનું આયોજન ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવાના ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનને મંજૂરી અપાઈ છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આગામી ૧૫ જુલાઈ ૨૦૨૫ સુધી આ અભિયાન થકી આદિવાસી વિસ્તારમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.
આ અભિયાન હેઠળ બનાસકાંઠા જિલ્લાના ૫ તાલુકાના ૧૬૭ ગામોના ૧,૯૧,૮૯૬ આદિવાસી લોકોનો સમાવેશ કરાયો છે. અભિયાન અંતર્ગત આદિવાસી લોકોને વિવિધ યોજનાઓના લાભ અંગે જાગૃતિ લાવવા માટે સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરાશે. બનાસકાંઠા જિલ્લામાં ૩ જુલાઈ થી ૧૫ જુલાઈ દરમિયાન દાંતા, અમીરગઢ,થરાદ, પાલનપુર અને વડગામ તાલુકાઓમાં સેચ્યુરેશન કેમ્પ યોજાશે. જેમાં દાંતા તાલુકા માટે કુલ ૯ સ્થળે કેમ્પ યોજાશે. જે અંતર્ગત 3 જુલાઈના રોજ પીપળાવાળી વાવ આશ્રમ શાળા ખાતે ૯ ગામ માટે કેમ્પ, ૪ જુલાઈના રોજ કુંવારસી પ્રાથમિક શાળા ખાતે ૯ ગામનો કેમ્પ, ૫ જુલાઈના રોજ સનાલી પ્રાથમિક શાળા ખાતે ૧૦ ગામનો કેમ્પ, ૭ જુલાઈએ ખંડોર ઊંબરી પ્રાથમિક શાળામાં ૧૨ ગામોનો સમાવેશ થશે. ૮ જુલાઈના રોજ કેશરપુરા પ્રાથમિક શાળામાં ૮ ગામોનો સમાવેશ થશે. ૯ જુલાઈએ દલપુરા પ્રાથમિક શાળામાં ૧૦ ગામ માટે, ૧૧ જુલાઈએ સાંઢોસી પ્રાથમિક શાળામાં ૯ ગામ માટે, ૧૪ જુલાઈએ ગના પીપળી પ્રાથમિક શાળામાં ૮ ગામ માટે, ૧૫ જુલાઈએ કુંભારીયા પ્રાથમિક શાળામાં ૧૧ ગામ માટે કેમ્પ યોજાશે.
અમીરગઢ તાલુકા માટે કુલ ૪ સ્થળે કેમ્પ યોજાશે. જેમાં ૪ જુલાઈએ ખૂણીયા પ્રાથમિક શાળામાં, ૮ જુલાઈએ ઢોલીયા પ્રાથમિક શાળામાં, ૧૧ જુલાઈએ રામપુરા (વ) પ્રાથમિક શાળામાં, ૧૫ જુલાઈએ કાનપુરા પ્રાથમિક શાળા ખાતે કેમ્પ યોજાશે. થરાદ તાલુકા માટે કુલ ૫ સ્થળે કેમ્પ યોજાશે. જેમાં 3 જુલાઈએ મોટા મેસરા પ્રાથમિક શાળામાં, ૪ જુલાઈએ ભારોલ પ્રાથમિક શાળામાં, ૫ જુલાઈએ રાહ પ્રાથમિક શાળામાં, ૭ જુલાઈએ ઘેસડા પ્રાથમિક શાળા ખાતે, ૮ જુલાઈએ મોટી પાવડ પ્રાથમિક શાળા ખાતે કેમ્પ યોજાશે.
પાલનપુર તાલુકા માટે ૯ જુલાઈએ છાપરા પ્રાથમિક શાળા ખાતે તથા વડગામ તાલુકા માટે ૧૫ જુલાઈએ મોતીપુરા પ્રાથમિક શાળા ખાતે કેમ્પ યોજાશે. આ કાર્યક્રમમાં દરેક તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી નોડલ અધિકારી તરીકે ફરજ બજાવશે. નોંધનીય છે કે, ધરતી આબા જન ઉત્કર્ષ અભિયાન એ ભારત સરકાર દ્વારા આદિવાસી સમુદાયોના સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વાકાંક્ષી પહેલ છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી વિસ્તારોમાં સામાજિક માળખાકીય સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ અને આજીવિકામાં રહેલી ખામીઓને દૂર કરીને સર્વગ્રાહી અને ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવાનો છે.