GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

વાંસદા: કાવેરીનદીના જળસ્તરમા વધારો થતા વાંસદાના હનુમાનબારી ગામ ખાતે આઠ ખેતમજૂરોને સુરક્ષિત રેસ્ક્યુ કરાયા

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે નવસારી જિલ્લામાં કાવેરી નદીના જળસ્તર માં વધારો થયો છે અને નદીના આસપાસના ખેતરોમાં પાણી ભરાય હતા.

આજરોજ વાંસદા તાલુકાના મોટી ભમતી અને હનુમાનબારી ગામ વચ્ચેથી પસાર થતી  કાવેરી નદીની બાજુમાં આવેલ ખેતરમાં  હનુમાનબારી, ગોધાબારી અને કેવડી ગામના કુલ આઠ જેટલા મજૂરો વાવણી કરવા ગયેલ જેઓ નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા ફસાઈ ગયા હતા જ્યાં વહીવટીતંત્ર તથા  પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે S.D.R.F ની ટીમને બોલાવી વાંસદા તાલુકા વહીવટી તંત્ર દ્વારા તમામ મજૂરોને સહી સલામત કાઢી સુરક્ષિત રેસ્ક્યુ કરાયા.

Back to top button
error: Content is protected !!