BODELICHHOTA UDAIPURGUJARATJETPUR PAVIKAVANTNASAVADISANKHEDA

છોટાઉદેપુર નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારી વિમલ બારોટના અધ્યક્ષ સ્થાને પ્રમુખ ઉપ પ્રમુખ ની ચુંટણી યોજાઈ હતી.

તાજેતરમાં યોજાયેલી નગરપાલિકા ચૂંટણીમા વિજેતા થયેલા સભ્યોની પાલિકાના પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ છોટાઉદેપુર નગરપાલિકા સભાખંડ ખાતે પ્રાંત અધિકારી વિમલ બારોટના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદ કરવામાં આવેલ મંજુલાબેન કોલી પ્રમુખ અને પરવેઝ મકરાણી ઉપ પ્રમુખ તરીકે બીન હરીફ વિજેતા થયા હતા, ભારતીય જનતા પાર્ટી પાસે છોટાઉદેપુર નગરપાલિકામાં 20 સભ્યોનું સંખ્યાબળ હોવાથી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોઈએ ઉમેદવારી નોંધાવી ના હતી,

1996 પછી પ્રથમ વખત છોટાઉદેપુર નગરપાલિકામાં બહુમતીથી ભાજપનો ભગવો લહેરાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં હર્ષની લાગણી જોવા મળી હતી આ પ્રસંગે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી તેમજ જિલ્લા શહેર ભાજપના વિવિધ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બિનહરીફ વિજેતા થયેલા પ્રમુખ ઉપપ્રમુખને પુષ્પમાળા પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર

Back to top button
error: Content is protected !!