BANASKANTHAGUJARATPALANPUR

વડગામ તાલુકાના 47 મતદાન મથકો મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ

22 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ તાલુકા ની 20 ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી જયારે 25 ગ્રામ પંચાયત ની પેટા ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયું હતું, વરસાદી માહોલ વચ્ચે મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે 7વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સવારે અગિયાર વાગ્યા સુધી સરપંચ ઉમેદવારો માટે 7847 નું 23.94 ટકા મતદાન જ્યારે વોર્ડ સભ્યો નું મતદાન 3070
31.68 ટકા મતદાન થયું હોવાનું વડગામ મામલતદાર કચેરી ચુંટણી શાખા ના સુત્રોએ જણાવ્યું હતું. બપોર પછી મતદાન ની ગતી માં વધારો જોવા મળ્યો હતો. તસવીર અહેવાલ પુષ્કર ગોસ્વામી

Back to top button
error: Content is protected !!