BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરુચના અંબિકા નગરમાં તસ્કરોનો વિફળ પ્રયાસ: ઇન્ટરલોક તોડવામાં નિષ્ફળ રહ્યા, સીસીટીવીમાં કેદ થઈ હરકત

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી અંબિકા નગર સોસાયટીમાં ગત રાત્રે તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. તસ્કરોની હરકત સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સોસાયટીના રહેવાસી અશોકભાઈ મોદી વડોદરા ગયા હતા. તેમની ગેરહાજરીમાં તસ્કરોએ મકાનના દરવાજાનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ઇન્ટરલોક તોડવામાં નિષ્ફળ રહેતા તેઓ ખાલી હાથે ફરાર થઈ ગયા હતા. અશોકભાઈ મોદીએ જણાવ્યું કે વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિ દરમિયાન શંકાસ્પદ ગતિવિધિઓમાં વધારો થયો છે. આ ઘટનાથી સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છે. રહીશોએ પોલીસ તંત્ર પાસે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગણી કરી છે.

Back to top button
error: Content is protected !!