BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનાના સંદર્ભમાં ડાબા કાંઠાના સંપાદિત ગામોની સાયન્ટિફિક જંત્રી ડ્રાફ્ટને ખેડૂતોએ સમર્થન જાહેર કરી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનાના ડાબા કાંઠાના સંપાદિત ગામના ખેડૂતો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર હાલમાં સરકાર દ્વારા સાયન્ટિફિક સર્વે કરી ખેડૂતો દ્વારા તેના જે જંત્રીના ભાવ કહેવામાં આવ્યા હતા એના કરતાં ઘણા ઓછા ભાવો જંત્રી નક્કી કરવામાં આવ્યા એટલે કે રિવાઈઝ કરવામાં આવ્યા છે.સરકાર દ્વારા આજથી 10 વર્ષ પેહલાનાના ભાવો આપવાની વિચારધારા પર તેઓનો વિરોધ હતો પરંતુ નવા જંત્રી ડ્રાફટના ભાવો સાયન્ટિફિક રીતે નક્કી કરાયા એને ધ્યાનમાં લઈ હાલમાં 2024 – જંત્રી ના ડ્રાફ્ટ અનુસાર ભાવ પ્રમાણે વળતર લેવા ખેડૂતો સહમત છે.