Rajkot: સરધારમાં બેન્ક ઓફ ઇન્ડિયા ખાતે નાણાકીય સમાવેશન કેમ્પ યોજાયો
તા.૩/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: તાજેતરમાં ગુજરાત સરકારે ‘૦૩ મહિના નાણાકીય સમાવેશનનું સંતૃપ્તિ અભિયાન’ શરુ કર્યું છે. જે અન્વયે રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશની સૂચના પ્રમાણે રાજકોટ તાલુકાના સરધાર ગામમાં બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ ખાતે ગત તા. ૦૧ જુલાઈના રોજ નાણાકીય સમાવેશન કેમ્પ યોજાયો હતો.
જેમાં ‘પ્રધાનમંત્રી જનધન યોજના’ અંતર્ગત ૦૫ ફોર્મ, ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના’ અંતર્ગત ૦૫ ફોર્મ, ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ અંતર્ગત ૧૦ ફોર્મ અને ‘અટલ પેન્શન યોજના’ અંતર્ગત ૦૩ ફોર્મ ભરાયા હતાં. તેમજ ઉપસ્થિતોને નાણાકીય સમાવેશન સંબંધિત વિવિધ યોજનાઓની જાણકારી અપાઈ હતી. આ કાર્યક્રમનો આશરે ૧૫ જેટલા લોકોએ લાભ લીધો હતો. આ તકે સરપંચશ્રી પીન્ટુભાઈ ઢાંકેચા, બી.ઓ.આઇ. બ્રાન્ચ મેનેજરશ્રી કિશોરભાઈ કલાલ, આર.ડી.સી. બેન્ક મેનેજરશ્રી સાગરભાઈ મકવાણા સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.



