મકાનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ, ફાયર ફાઈટરો સ્થળ ઉપર પહોંચ્યા
સમીર પટેલ, ભરૂચ
ધોળીકુઈ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ, ફાયર ફાઈટરો સ્થળ ઉપર પહોંચ્યા, મામલદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
ભરૂચ શહેરના ધોળી કોઈ વિસ્તારમાં આવેલા ત્રણ માળના રહેણાંક મકાનમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. લાકડાનું મકાન હોય આગે અચાનક વિકરાર સ્વરૂપ ધારણ કરતાં આગના ગોટે ગોટા દૂરદૂર સુધી નજરે પડતા હતા આ અંગેની જાણ સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતાં તેઓએ તાત્કાલિક સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી. જોકે આગ એટલી વિકરાળ હતી કે ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડ સાથે જીએનએફસીના ફાયર ટેન્ડરોને પણ ઘટના સ્થળ પર દોડી આવવાની ફરજ પડી હતી. આગની ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થળ પર લોક ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે પણ ઘટના સ્થળ પર પહોંચી ટોળાંઓને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાના પહલે મામલદદાર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.