DAHODGUJARATSANJELI

સંજેલી તાલુકાના ગોવિંદાતળાઈ ગામના એક જ પરિવારના પાંચ સભ્યોના મોત અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીના બ્લાસ્ટમાં 

તા.૧૯.૦૭.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી તાલુકાના ગોવિંદાતળાઈ ગામના એક જ પરિવારના પાંચ સભ્યોના મોત અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીના બ્લાસ્ટમાં

અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટનો કરુણ મામલો ફટાકડા ફેક્ટરીમાં જીવ ગુમાવનાર 5 લોકોના મૃતદેહ આજે તેમના વતન દાહોદ લાવવામાં આવ્યા. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદાતળાઈ ગામના એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થતાં સમગ્ર ગામ શોકમગ્ન બન્યું છે.મૃતદેહો ગામમાં પહોંચતા જ પરિવારજનો અને ગ્રામજનોના આક્રંદથી હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા. સમગ્ર ગામમાં ગમગીનીનું વાતાવરણ છવાઈ ગયું ઘટનાને પગલે મામલતદાર, પોલીસ વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક તંત્ર મૃતકોના નિવાસસ્થાને પહોંચી પરિવારજનોને સાંત્વના આપી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી એક જ પરિવારના પાંચ સભ્યોના અકાળે અવસાનથી સમગ્ર દાહોદ જિલ્લામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

Back to top button
error: Content is protected !!