AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

અમદાવાદના SVPI એરપોર્ટ પર ‘ઉડાન યાત્રી કાફે’નું ઉદ્ઘાટન: મુસાફરોને પોકેટ-ફ્રેન્ડલી ભોજનની સુવિધા

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ પર કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુના હસ્તે ભારતના પ્રથમ ખાનગી ‘ઉડાન યાત્રી કાફે’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ડિરેક્ટર જીત અદાણી ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય ઉદ્દેશ્ય એરપોર્ટ પર મુસાફરોને બજેટ-ફ્રેન્ડલી અને સ્વાદિષ્ટ ભોજનના વિકલ્પો પ્રદાન કરવાનો છે. નવું કાફે ટર્મિનલ 1ના ચેક-ઇન હોલમાં સ્થિત છે, જ્યાં મુસાફરોને માત્ર 10 રૂપિયાથી શરૂ થતા નાસ્તાના વિકલ્પો મળશે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ જણાવ્યું કે, ‘ઉડાન યાત્રી કાફે’ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહત્ત્વાકાંક્ષી યોજના છે, જે એરપોર્ટ પર પણ રેલ્વે સ્ટેશનોની જેમ સસ્તા ભાવે ચા, કોફી અને નાસ્તાની સુવિધા પૂરી પાડશે.

કાફેનો ઉદ્દેશ્ય છે કે હવાઈ મુસાફરી વધુ લોકો માટે સુલભ બનાવવી અને મુસાફરીના અનુભવમાં વધારો કરવો. આ પહેલ એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાની વ્યૂહરચનાનો ભાગ છે, જે મુસાફરોના સંતોષ અને સુવિધામાં નોંધપાત્ર વધારો કરશે.

આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણા, પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, તેમજ એવિએશન વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

‘ઉડાન યાત્રી કાફે’ની યોજના મુજબ, આવનારા સમયમાં તબક્કાવાર દેશના અન્ય એરપોર્ટ પર પણ આવા કાફે શરૂ કરવામાં આવશે, જેથી મુસાફરોને પોકેટ-ફ્રેન્ડલી ભોજનની સુવિધા મળતી રહે.

Back to top button
error: Content is protected !!