વરસાદ અને વાવાઝોડા ની આગાહીના પગલે દાંતા APMC માં ખરીદી અટકાવી, હરાજી પણ હાલ બંધ
24 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વરસાદ અને વાવાઝોડા ની આગાહીના પગલે દાંતા APMC માં ખરીદી અટકાવી, હરાજી પણ હાલ બંધ.હવામાન વિભાગે આપેલી આગાહી ના પગલેં ખેડુતા ના પાક ને લઇ નુકશાની ન થાય તે માટે હાલ તબક્કે દાંતા માર્કેટ યાર્ડ માં ખરીદી કરવા માટે ની મનાઇ કરવામાં આવી છે. તેમજ હરાજી પણ બંધ રાખવામાં આવી છે. ખેડુતો ને પોતાનો પાકેલો માલ વરસાદ કે વાવાઝોડા ના કારણે બગડે નહીં તે માટે ઘર માં જ મુકી રાખવા માર્ગદર્શન કરાયુ છે. ત્યારે દાંતા ના ખેતીવાડી ઉત્પન બજાર સમીતી માં પણ વેપારીઓ ગોડાઉન માં પડેલા માલ ને ઢાકી દેવાયો છે. ને બાકી નું ખુલ્લા પડેલાં માલ ને પણ સગેવગે કરવામાં લાગી ગયા છે. 2 થી 3 દિવસ ની વરસાદ ના આગાહી ના પગલેં જીલ્લા વહીવટીતંત્ર તરફ થી પણ સાવચેતી ના પગલાં લેવા પરીપત્ર કરાયાં છે. તેનાં પગલેં દાંતા એ.પી.એમ.સી ના ચેરમેને ખરીદી બંધ રાખવા ને કોઇ જણસી માર્કેટ યાર્ડ માં નહીં લાવવા ખેડુતો ને સુચન કર્યા છે. હાલ તબક્કે માર્કેટયાર્ડ માં સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે વેપારીઓ પણ પડેલાં માલ ને યોગ્ય વ્યવસ્થા કરવામાં લાગ્યા હોવાનું શિવસીંહ સૌલંકી(ચેરમેન,એ.પી.એમ.સી)દાંતા એ જણાવ્યું હતું તસવીર- અહેવાલ મહેન્દ્રભાઈ અગ્રવાલ