AHAVADANGGUJARAT

મોન્સૂન ફેસ્ટિવલ કાર્યક્રમ બાદ લોકગાયિકા ગીતાબેન રબારીએ પ.પૂજ્ય કથાકાર રમેશભાઈ ઓઝાનાં આશીર્વાદ લીધા…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગુજરાતનાં પ્રખ્યાત લોકગાયિકા ગીતાબેન રબારીએ તાજેતરમાં જ ડાંગ જિલ્લાનાં પ્રવાસન સ્થળ સાપુતારામાં ચાલી રહેલા મોન્સૂન ફેસ્ટિવલનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ એક અત્યંત ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયક મુલાકાત લીધી હતી.તેઓએ વિશ્વ વિખ્યાત ભાગવત કથાકાર પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને મળવા માટે ખાસ સાંદીપની શાળા સંકુલ ખાતે પહોંચ્યા હતા.આ મુલાકાતનો મુખ્ય હેતુ પૂજ્ય ભાઈશ્રીનાં આશીર્વાદ મેળવવાનો હતો.આ મુલાકાત દરમિયાન, ગીતાબેન રબારીએ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને સન્માનપૂર્વક વંદન કર્યા હતા અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતા.ભાગવત કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ પણ ગીતાબેન રબારીનાં કોકિલ કંઠ અને ગુજરાતની સંસ્કૃતિને વિશ્વભરમાં ફેલાવવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ગીતાબેન રબારીને આશીર્વાદ આપ્યા હતા.સાથે તેઓ સંગીત દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવાનું કાર્ય ચાલુ રાખે.લોકગાયિકા ગીતાબેન રબારીએ આધ્યાત્મિક ગુરૂ સાથે મુલાકાત કરી ધન્યતા અનુભવી હતી.આ મુલાકાત ગુજરાતની લોકસંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના સંગમનું પણ પ્રતીક બની રહી છે.ગુજરાતી લોકકલાકાર અને ગાયિકા ગીતાબેન રબારીએ તેમના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં આશીર્વાદ મેળવીને ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે પોતાની શ્રદ્ધા અને આદર વ્યક્ત કર્યો છે..

Check Also
Close
Back to top button
error: Content is protected !!