GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
રામનવમી ની પુર્વ સંધ્યાએ કાલોલમાં પોલીસ જવાનો દ્વારા ફુટ માર્ચ યોજાઈ
તારીખ ૦૬/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
રામનવમી ના પર્વની પૂર્વ સંધ્યાએ શનિવારે સાંજે ૭:૪૫ કલાકે કાલોલ પોલીસ સ્ટેશન ના પીઆઇ આર.ડી ભરવાડ ,પીએસઆઈ એલ એ પરમાર, પીએસઆઇ પી. કે ક્રિશ્ચન સાથે પોલીસ સ્ટાફ જવાનો એ પોલીસ મથકે થી ફુટ માર્ચ યોજી હતી જે સમગ્ર કાલોલ નગરમાં ફરી પોલીસ સ્ટેશન ખાતે પરત આવી હતી.રામજી મંદિર થી નીકળનાર શોભાયાત્રા ના રૂટ પર ફુટ માર્ચ કર્યું.શોભાયાત્રા દરમ્યાન જરૂરી પોઈન્ટ ની ચકાસણી કરી અને સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે રામનવમી ની શોભાયાત્રા પરિપૂર્ણ થાય તે માટે ના સંદેશ પણ આપ્યા હતા.