BHUJGUJARATKUTCH

વડાપ્રધાનશ્રીની આગતા સ્વાગતા માટે ૧૦ હજાર કચ્છી મહિલાઓ સિંદૂરી સાડી સાથે દેશભક્તિના રંગે રંગાઈ

પ્રધાનમંત્રીશ્રીની જનસભામાં કચ્છની વૈવિધ્યસભર સંસ્કૃતિ સાથે રાષ્ટ્રભાવનાના થયા દર્શન.

વાત્સલ્યમ્ સમાચાર.

  1. રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

ભુજ, તા-26 મે : ઓપરેશન સિંદુરની સફળતા બાદ વડાપ્રધાનશ્રીની કચ્છ મુલાકાતથી સમગ્ર કચ્છમાં દેશપ્રેમનો ઉમળકો દેખાયો હતો ત્યારે આજે ભુજ ખાતે આવેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જનસભામાં કચ્છની મહિલાઓ દેશ ભક્તિના રંગે રંગાઈ હતી. પોતાના ઘરે જાણે રૂડો પ્રસંગ હોય તેવી પ્રેમભાવના અને અનેરા ઉત્સાહ સાથે ૧૦ હજારથી વધુ મહિલાઓ એક સરખી સિંદૂરી સાડી પહેરી અને સિંદુરની સજ્જા સાથે પ્રધાનમંત્રીશ્રીને હર્ષોલ્લાસ સાથે આવકાર આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!