GUJARATKUTCHMUNDRA

કેન્યાના પૂર્વ વડાપ્રધાને અદાણીને વિશ્વસનીય ભાગીદાર ગણાવ્યા ’ નિર્દોષ કંપનીઓની નિંદા ન કરવી જોઈએ’

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા-૨૩ જૂન : કેન્યાના ભૂતપૂર્વ વડાપ્રધાન રૈલા ઓડિંગાએ નૈરોબીના જોમો કેન્યાટ્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ (JKIA) ના વિસ્તરણ અને સંચાલન માટે અદાણી ગ્રુપ સાથેના સોદાને રદ કરવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેઓ આ સોદો રદ્દ થવાથી નિરાશ છે. કેન્યાના કરેનમાં આયોજિત નેશનલ એક્ઝિક્યુટિવ રિટ્રીટના બીજા દિવસે ઓડિંગાએ કહ્યું કે જો આ સોદો આગળ વધ્યો હોત, તો તે નૈરોબીને પ્રાદેશિક આર્થિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરી શક્યો હોત.

ઓરેન્જ ડેમોક્રેટિક મૂવમેન્ટ (ODM) ના નેતાએ કહ્યું, ” એરપોર્ટ કોન્ટ્રાક્ટ આગળ ન વધારી શક્યા તે બાબતે હું ખૂબ જ નિરાશ થયો હતો, તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતું.” તેમણે ઉમેર્યુ હતુ કે, “કેન્યા ખૂબ જ વ્યૂહાત્મક રીતે સ્થિત છે. અમે એરપોર્ટ કોન્ટ્રાક્ટ આગળ વધારી ન શક્યા ત્યારે હું ખૂબ જ નિરાશ થયો હતો. જો તે નહીં થાય, તો નૈરોબી નિષ્ક્રિય થઈ જશે.” રૈલા ઓડિંગાએ પહેલાથી જ અદાણી ગ્રુપની તરફેણમાં વાત કરી હતી.

ગત વર્ષે નવેમ્બરમાં કેન્યાના રાષ્ટ્રપતિ દ્વારા આ સોદો રદ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ 21 નવેમ્બર, 2024 ના રોજ સંસદમાં રાષ્ટ્રને સંબોધનમાં અદાણી-જેકેઆઈએ વિસ્તરણ સોદો તેમજ અદાણી-કેટ્રાકો સોદો રદ કરવાનો આદેશ આપ્યો હતો. ઓડિંગાએ કહ્યું કે સોદો નિષ્ફળ ગયા પછી દેશે એક વ્યૂહાત્મક તક ગુમાવી દીધી. તેમણે એમ પણ કહ્યું કે પૂર્વ આફ્રિકાની અન્ય કંપનીઓ કરતાં અદાણીની ક્ષમતાઓ વધુ સારી છે.

કેન્યાના ભૂતપૂર્વ વડાપ્રધાને કહ્યું અદાણીને એક વિશ્વસનીય ભાગીદાર ગણાવ્યા હતા. રૈલા ઓડિંગાએ કહ્યું હતું કે, “અદાણી એક વિશ્વસનીય ભાગીદાર છે. તેમણે ઘણા પ્રોજેક્ટ્સમાં પોતાની ક્ષમતાઓ સાબિત કરી છે. અદાણી ગ્રુપ 2010 થી કેન્યામાં રોકાણ કરવામાં રસ ધરાવે છે, પરંતુ તે સમયે જાહેર ખાનગી ભાગીદારી (પીપીપી) માટે યોગ્ય કાનૂની માળખાના અભાવે આ રસ અવરોધાયો હતો.કેન્યાના નેતાએ કહ્યું હતું કે “હું કહેવા માંગુ છું કે આવા મુદ્દાઓમાં પારદર્શિતા હોવી જોઈએ. નહિંતર એક પ્રતિષ્ઠિત કંપનીઓની પ્રતિષ્ઠા ખરડાવાનું જોખમ હોય છે.” એવી નિર્દોષ કંપનીઓની નિંદા ન કરવી જોઈએ જે કાયદેસર વ્યાપારી વ્યવહારોમાં સંકળાયે લી છે.”

Back to top button
error: Content is protected !!