GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર સાડી એસોસિએશન દ્વારા પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીનું ભવ્ય સન્માન કરાયું

તા.20/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા માટે રાષ્ટ્રીય સ્તરે ગૌરવરૂપ ક્ષણ સર્જાતા સમગ્ર શહેરમાં આનંદ અને ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ભાજપ સંગઠન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવતા જ સ્થાનિક આગેવાનો અને નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ નિમણૂક બાદ સુરેન્દ્રનગર શહેર સાડી એસોસિએશનની ટીમ દ્વારા વર્ષાબેન દોશીના નિવાસસ્થાને પહોંચીને તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાડી એસોસિએશનના પ્રમુખ અને વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર જામાભાઈ ગરીયા તેમજ એસોસિએશનના હોદ્દેદારો અને કાર્યકરોએ વર્ષાબેન દોશીને પુષ્પગુચ્છ અને શુભકામનાઓ પાઠવીને તેમનું અભિવાદન કર્યું હતું. એસોસિએશનના સભ્યોએ આ તકે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર અને સંગઠન દ્વારા સુરેન્દ્રનગર શહેરને રાષ્ટ્રીય સ્તરે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્યને રાષ્ટ્રીય સ્તરની મહત્વની જવાબદારી સોંપાતા સમગ્ર જિલ્લાનું ગૌરવ વધ્યું છે.

Back to top button
error: Content is protected !!