DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા ના પૂર્વ સરપંચ રાકેશ ભાઈ વસાવા ને ડેડીયાપાડા કોંગ્રેસ પ્રમુખ ની જવાબદારી સોંપાય.

 

તાહિર મેમણ – ડેડીયાપાડા – 29/08/2025 – નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકા માં કોંગ્રેસ સમિતિ એ પોતાના પ્રમુખ તરીકે ડેડીયાપાડા ના પૂર્વ સરપંચ રાકેશભાઈ વસાવાને જવાબદારી સોંપી છે આ પેહલા ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી પ્રદેશ નેતૃત્વની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદે ફરી એકવાર અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ખેડબ્રહ્માના (Khedbrahma) ધારાસભ્ય અને અગ્રણી આદિવાસી નેતા તુષાર ચૌધરીને (Tushar Chaudhary) જવાબદારી સોંપવામાં આવી છે.

 

 

 

ઉલ્લેખનીય હતું કે 10 જુલાઈએ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખના નામ માટે ચર્ચા કરવામાં આવી હતી. એ બાદ તે દિવસે (17 જુલાઈ) અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી હતી. 30 વર્ષથી સત્તામાં આવવા માટે સંઘર્ષ કરી રહેલી કોંગ્રેસે ફરી જૂના ચહેરા જ મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી અમિત ચાવડા ઓબીસી અને તુષાર ચૌધરી આદિવાસી ચહેરો હતા. અગાઉ કડી અને વિસાવદરની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયાના 4 કલાકમાં જ શક્તિસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. શક્તિસિંહ ગોહિલના સ્થાને શૈલેષ પરમારને કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા.

Back to top button
error: Content is protected !!