BHARUCHGUJARAT

સ્કૂલમાંથી 80 હજારની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ:અંકલેશ્વર GIDCની લાયન્સ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓના ફોટોશૂટના પૈસા ચોરનાર 4 આરોપી પકડાયા

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
ગત 1લી માર્ચના રોજ સ્કૂલના એડમિન રૂમમાં તસ્કરો ત્રાટક્યા હતા. તેઓએ લોખંડની તિજોરીમાંથી 80 હજાર રૂપિયાની રોકડ ચોરી કરી હતી. આ રકમ શાળાના ક્લાર્ક ભરત સોનવણેએ ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટે મૂકી હતી.
જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ભગવતી નગરના અનિલકુમાર ચંદેકામી બીક, હિતેશ રૂપસિંગ વિશ્વકર્મા, ભીમ રતિ દાસ અને અમન ધનબીરે બીસ્ટનો સમાવેશ થાય છે.
પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. હવે પોલીસ આ આરોપીઓએ અગાઉ પણ કોઈ ચોરીના ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.

Back to top button
error: Content is protected !!