IDARSABARKANTHA

ઈડર તાલુકાનાં સુરપુર ગામે રહેતાં યુવક પર યુવતીની માતાએ જીવલેણ હુમલો કરતા ચકચાર

સાબરકાંઠા…

ઈડર તાલુકાનાં સુરપુર ગામે રહેતાં યુવક પર યુવતીની માતાએ જીવલેણ હુમલો કરતા ચકચાર.. યુવતીની માતાએ પ્રેમી યુવકનાં ધરે પહોચી ધોળા દિવસે તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા યુવાક ગંભીરરીતે ધાયલ થયો છે.. ધાયલ યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો…

સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના સુરપુર ગામમાં બનેલ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે સુરપુર ગામ ખાતેનાં એક મકાનમાં રહી છૂટક મજુરી કરતો યુવક ઈડર ખાતે રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબધમાં હતો.. યુવતી યુવક સાથે લગ્ન કરવાની ઈરછા વ્યક્ત કરતા યુવતીનો પરિવાર યુવકના ઘરે પહોચ્યો હતો.. બપોરના સમયે યુવક પોતાનાં મકાનમાં સૂતો હતો તે દરમીયાન પ્રેમિકા યુવતીની માતા તેમજ અન્ય ઈસમ યુવકના ઘરે પહોચી ગાળો-બોલી યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી રહ્યા હતા.. તે દરમિયાન આજુબાજુ રહેતાં રહીશો બહાર આવી જતા ઉશ્કેરાયેલા પ્રેમિકાની માતા તેમજ અન્ય ઈસમને શાંત પાડવાની મથામણ કરી રહ્યા હતા.. જોકે યુવતી સાથે પ્રેમમાં પાગલ યુવકને કાવતરું રચી જાનથી મારી નાંખવાનાં પ્રયાસ સાથે પહોંચેલા યુવતીના માતા તેમજ અન્ય ઈસમે સ્થાનીક લોકોને પોતાના વિશ્વાસમાં લઈ ઘરમાં પ્રવેશ કર્યો હતો.. મકાનમા સુઈ રહેલ યુવક પાસે પહોંચવા માટે યુવતિની માતા તેમજ અન્ય ઈસમે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈ ઘરમાં પ્રવેશ કરી મકાનનો મુખ્ય દરવાજો અંદરથી બંધ કરી દિધો હતો…

મકાનમાં આરામ કરતાં યુવક પાસે પ્રેમિકાની માતા તેમજ અન્ય ઈસમે યુવકને ગળાના ભાગે તીક્ષણ હથિયાર વડે હુમલો કરી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.. પ્રેમી યુવકને પ્રેમિકા યુવતિની માતાએ ગળાના ભાગે તીક્ષણ હથિયાર વડે હુમલો કરી પોતાનાં મિશનને અંજામ આપી આરોપીઓ ઘટના સ્થળેથી પલાયન થવામાં સફળ રહ્યા હતા.. ત્યારે મકાનમાં ઘાયલ પડેલ યુવાનને સ્થાનીક રહીશોએ સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો તેમજ વધુ સારવાર અર્થે હિમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.. ત્યારે ઉલ્લખનીય છેકે પ્રેમમાં પાગલ યુવકને ધોળા દિવસે યુવતિની માતા તેમજ અન્ય એક ઈસમે તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.. તેમજ યુવકની ફરિયાદ આધારિત ઈડર પોલીસે કલમ ૩૦૭ મુજબનો ગુણો દાખલ કરી આગળ ની વઘુ તપાસ હાથધરી છે…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!