અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા ના ગાઝણ ટોલનાકા પાસે આયશર ટ્રક અને કાર નો અકસ્માત થતા કારમાં સવાર 4 લોકો ઇજાગ્રસ્ત થયા
મોડાસા શામળાજી હાઇવે પર આવેલ ગાઝણ ટોલનાકા પાસે આજે બપોરે 12 કલાકે રાજસ્થાન તરફથી એક કાર આવી રહી હતી ત્યારે અન્ય એક આયશર ટ્રક ઓવરસ્પીડ માં હતી જેથી ટ્રક અને કાર નો અકસ્માત થયો હતો અકસ્માત એટલો ભયંકર હતો કે કાર ની સ્થિતિ જોતા કાર માં સવાર કોઈપણ બચી ના શકે કાર નો બિલકુલ કચ્ચરગાણ નીકળી ગયો હતો આસપાસ થી લોકો દોડી આવ્યા એક સામાજિક કાર્યકર જયદીપ સિંહ ચૌહાણે કાર ના પતરા કાપી ને કારમાં સવાર નાની બાળકી સહિત 4 ને બહાર કાઢ્યા હતા,જો કે ચારે જણા ને નાની મોટી ઇજાઓ થઈ હતી અને બચી જવા પામ્યા હતા,ચારે ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે ખાનગી વાહન માં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા સમગ્ર ઘટના ને લઈ મોડાસા રુલર પોલીસે તપાસ હાથ ધરી છે