પોલીસ પીએસઆઇ ની લેખિત પરિક્ષા માટે ની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે એંજલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ફતેપુરા છોટાઉદેપુર ખાતે નિઃશુલ્ક કોચિંગ ક્લાસ શરૂ કરાયો.
છોટાઉદેપુર હાલમાં પોલીસ તથા પીએસઆઇ ની લેખિત પરિક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ફતેપુરા છોટાઉદેપુર ખાતે જય જવાન સૈનિક ફાઉન્ડેશન તથા ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા નિષ્ણાતો દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાઓ લક્ષી માર્ગદર્શન માટે દર રવિવારે સવારે ૯ થી સાંજના ૪ વાગ્યા સુધી નિષ્ણાત લેક્ચરર દ્વારા માર્ગદર્શન મળી રહે અને યુવાનો ને સરળતાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં સફળતા પ્રાપ્ત થાય તે હેતુથી નિઃશુલ્ક કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા જેમાં જીપીએસસી ની પરીક્ષાઓ સહિત ના કલાસીસ ના તજજ્ઞ ડીકે પટેલ દ્વારા સેવાઓ મળનાર છે જેના વિધિવત રીતે ઉદ્ધાટન કાર્યક્રમમાં જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તથા વાલસિંગભાઈ રાઠવા, મનુભાઈ રાઠવા, શૈલેષ ભાઈ રાઠવા મલાજા, અમરસિંગભાઈ રાઠવા બોરકંડા,મણીલાલ ભાઇ કોલચા, ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુર નાં ઓર્થોપેડીક સર્જન ડો.જિતેન્દ્ર રાઠવા, એંજલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છોટાઉદેપુર નાં ડો.તેજલસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે આગાઉ ૨૦૨૨ માં પણ રહેવા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા સાથે શરું કરવામાં આવેલ કોચિંગ ક્લાસ વખતે પણ ૩૩ જેટલા ઉમેદવારો પોલીસ માં તથા ૨ પીએસઆઇ માં ભરતી થયા હતા જ્યારે વર્ષ ૨૦૨૪ માં પણ ૧૯૦ જેટલા વનરક્ષક ની લેખિત પરિક્ષા પાસ થયેલા યુવાનો માટે શારિરીક કસોટી માટે આપવામાં આવેલ તાલીમ માં થી પણ ૨૭ જેટલા ઉમેદવારો વનરક્ષક માં ભરતી થવા પામ્યા છે આમ છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે ત્રણ વર્ષ થી સેવાભાવી સામાજિક કાર્યકરો અને યુવાનો ની આ સરાહનીય પહેલ થી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારીઓ કરતા યુવાનો ને પ્રોત્સાહન અને માર્ગદર્શન થકી બળ મળી રહ્યું છે જે આનંદ ની વાત કહી શકાય.
બ્યુરો ચીપ અંજુમ ખત્રી છોટાઉદેપુર