GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના અમરેલી રોડ પર જાહેર જુગાર રમતી મહિલાઓ સહીત આઠ ઝડપાયા

MORBI:મોરબીના અમરેલી રોડ પર જાહેર જુગાર રમતી મહિલાઓ સહીત આઠ ઝડપાયા
અમરેલી રોડ પર ભવાનીનગર રોડ પર જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સહીત આઠ જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા અમરેલી રોડ પર ભવાનીનગર રોડ પર બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા બેચર ખેંગારભાઈ ધોળકીયા, નવઘણ લાભુભાઈ દારોદ્રા, કિશન સુખાભાઈ હળવદિયા, શારદાબેન મનુભાઈ ભોજવિયા, ચંપાબેન ચંદુભાઈ શેખાણી, જોશ્નાબેન વિનોદભાઈ ભોજવિયા, સોનલબેન ધનજીભાઈ કુરીયા અને રંજનબેન ભરતભાઈ ભોજવિયા એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૬૫૦ જપ્ત કરી છે








