BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પ્રાથમિક શાળા ખાતે નિશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પ યોજાયો 

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પ્રાથમિક શાળા ખાતે નિશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પ યોજાયો

 

દોશી ચંચળબેન શંકરલાલ અને શંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પ્રાથમિક શાળા ખાતે સેવા રૂરલના સહયોગથી નિશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 36 મોતિયાના ઓપેરેશનવાળા દર્દીઓ, 203 ચશ્મા ની જરૂરિયાત વાળા દર્દીઓ મળી કુલ 266 આંખના વિવિધ તકલીફવાળા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.અને આ કેમ્પ માં બીપી.તેમજ સુગર નિશુલ્ક માપી આપવામાં આવ્યું હતું. આયોજિત કેમ્પમાં ઉમ્મલા ની આજુ બાજુના ગામો જરૂરિયાત મંદ દર્દીઓ લાભ લીધો હતો.

Back to top button
error: Content is protected !!