AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવા ખાતે ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર ચઢાવી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે મુખ્યમથક આહવા ખાતે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર ચઢાવવામાં આવ્યા હતા.ત્યારે કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ગાંધીજીને યાદ કરવામાં આવ્યા હતા અને હોદ્દેદારોએ ગાંધીજીની સરાહના કરતા કેટલાક પ્રવચનો આપ્યા હતા.જેમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મોતીલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે,આજે આપણે બધા મળીને મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ.ગાંધીજી એ માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના એક મહાન નેતા હતા. તેમના સત્ય અને અહિંસાના માર્ગે આખા વિશ્વને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનું કામ કર્યું. ગાંધીજીએ આપણને સત્ય અને અહિંસાનું મહત્વ શીખવ્યું. તેમણે આપણને એમ કહ્યું કે, કોઈપણ સમસ્યાનું નિરાકરણ હિંસાથી નહીં પરંતુ પ્રેમ અને સહકારથી શક્ય છે. તેમના આ સિદ્ધાંતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે જેટલા તેમના જમાનામાં હતા.તેમજ ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર દ્વારા આ પ્રસંગે જણાવવામાં આવ્યુ હતુ કે, ગાંધીજીએ આપણને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કર્યા. તેમણે આપણને ખાદી પહેરવા અને ધરવા માટે કહ્યું. આજે પણ આપણે ગાંધીજીના આ સંદેશને યાદ રાખીને સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઈએ.ગાંધીજીએ આપણને એકતા અને ભાઈચારાનું મહત્વ શીખવ્યું. તેમણે કહ્યું કે.આપણે બધા ભારતીયો છીએ અને આપણે બધા એક છીએ. આજે આપણે ગાંધીજીના આ સંદેશને યાદ રાખીને એકબીજા સાથે પ્રેમ અને સહકારથી રહેવું જોઈએ.આ પુષ્પહાર નિમિતે  ડાંગ જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મોતીલાલ ચૌધરી, ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ રાકેશ પવાર, એસ.ટી સેલના પ્રમુખ હરીશ ચૌધરી, મનીષ મારકણા, લતા ભોયે, સિ.પી.ગવળી તથા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા..

Back to top button
error: Content is protected !!