ભાજપના 11 કોર્પોરેટર્સના રાજીનામા
ગાંધીનગર જિલ્લાના કલોલમાંથી રાજકારણના મોટા સમાચાર સામે આવ્યાં છે. લાફાકાંડથી ચર્ચામાં આવેલી કલોલ નગરપાલિકામાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સહિત ભાજપના 11 કોર્પોરેટર્સના રાજીનામા પડતા કલોલ ભાજપમાં ભડકો થયો છે.
ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં રી-ટેન્ડરિંગ મામલે ભાજપના બે જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી, આ ઘટના નગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સહિતના હોદેદારો સાથે ઘટી હતી. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પ્રકાશ વરગડેને લાફા મારવામાં આવ્યા હતા.
આ મામલો પ્રદેશ ભાજપ પાસે પહોંચ્યો અને આજે પણ તેનો ઉકેલ ન આવતા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પ્રકાશ વરગડે સાથે ભાજપના આ 11 કોર્પોરેટર્સે રાજીનામાં આપી દીધા છે :
(1) ઉષાબેન દિનેશભાઈ રાવળ વોર્ડ નંબર-4
(2) મુકુંદ જશવંતલાલ પરીખ વોર્ડ નંબર-4
(3) કિંજલબેન રીલેષભાઈ પરમાર વોર્ડ -3
(4) નિખિલભાઇ બંસીલાલ બારોટ વોર્ડ નંબર-5
(5) જલ્પાબેન ધર્મેન્દ્રભાઈ શાહ વોર્ડ -5
(6)હિમાક્ષી બેન સોલંકી વોર્ડ -11
(7) પટેલ અલ્પાબેન ભાવેશકુમાર વોર્ડ -9
(8) રમીલાબેન ભગવાનદાસ પટેલ વોર્ડ -1
(9) શૈલેન્દ્રસિંહ વાઘેલા વોર્ડ – 1
(10) લક્ષ્મીબેન ભૂતડીયા વોર્ડ – 1
(11) રાઠોડ વિરેન્દ્ર સિંહ વોર્ડ – 3
કલોલ નગરપાલિકામાં આવશે કોંગ્રેસનું શાસન?
કલોલ નગરપાલિકામાં 12 સભ્યોએ રાજીનામાં આપી દીધા છે તેમજ વધુ ત્રણ સભ્યોના રાજીનામાં પડવાની શક્યતા જોવામાં આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસના 10 કોર્પોરેટર્સ છે કલોલ નગરપાલિકામાં કુલ 44 કોર્પોરેટર્સ છે ત્યારે જો રાજીનામું આપનાર અને કોંગ્રેસના કોર્પોરેટર્સ મળી જાય તો કલોલ નગરપાલિકામાં કોંગ્રેસ હસ્તક થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
eatalv