DEHGAMGANDHINAGAR

ખેડૂતના આપઘાત પ્રકરણમાં ભાજપના કોર્પોરેટર સહિત 8 સામે ગુનો દાખલ

દહેગામ :  દહેગામમાં ૫૦ વર્ષના આધેડ વયના ખેડૂતે જમીન મામલે દલાલોએ કરેલી ગદ્દારીને કારણે આથક ભીંસમાં આવી જતાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે દહેગામ પોલીસ દ્વારા ૮ ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદમાં દહેગામ નગરપાલિકાના ભાજપના કોર્પોરેટરનું નામ પણ હોવાથી નગરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

દહેગામમાં રહેતાં જશવંતભાઈ મેઘજીભાઈ પટેલે પોતાના ગાયત્રી ફાર્મના મકાનમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈને પીએમ માટે મોકલી આપ્યો હતો. તપાસ દરમિયાન જશવંતભાઈના ખિસ્સામાંથી એક  સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેમણે જમીન મામલે થયેલ છેતરપિંડી અને ધાકધમકીથી કંટાળીને આપઘાત  કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ સ્યુસાઇડ નોટ કબજે લઈને તપાસ શરૃ કરી હતી.

મૃતકની અંતિમવિધિ બાદમાં આ બાબતે જશવંતભાઈના પુત્ર જયદીપકુમારે દહેગામ પોલીસ મથકે ૮ ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. વર્ષ ૨૦૨૧ માં પૈસાની જરૃર ઊભી થતા જશવંતભાઈએ અમદાવાદમાં રહેતા જયેશભાઈ પ્રજાપતિ સાથે જમીનનો એક વીઘાનો  એક કરોડ ૩૫ લાખમાં સોદો નક્કી કર્યો હતો. જેની સામે જયેશભાઈએ ૧ કરોડ રૃપિયા આપ્યા હતા. પરંતુ બાદમાં આ સોદો રદ થયો હતો. જેથી એક કરોડ જયેશભાઈને પરત આપવાની પરિસ્થિતિ ઉભી થતાં, જયેશભાઈએ જમીન વેચાય ત્યારે પૈસા આપજો તેમ જણાવ્યું હતું. બાદમાં જમીનનો સોદો થતો ન હોવાથી જશવંતભાઈનો રેવાભાઇ રાઠોડ (રહે દહેગામ) મારફતે પ્રતિકુમાર મહેન્દ્રભાઈ પટેલ (રહે નરોડા અમદાવાદ),  મનસુખભાઈ ભીખાભાઈ માદલીયા (રહે નરોડા અમદાવાદ) તથા સોનાણી નિખિલ જેઠાલાલ (રહે વાસણા અમદાવાદ) સાથે સંપર્ક કરાવ્યો હતો અને ત્રણ વીઘા જમીન ઉચ્ચક રૃપિયા ચાર કરોડ પાંચ લાખમાં સોદો નક્કી થયો હતો. જે સોદામાં ૩૦ ટકા પેમેન્ટ દસ્તાવેજ વખતે આપવાનું અને બાકીના પેમેન્ટ એમઓયુ કરવાનું નક્કી કર્યું હતું. જેથી જશવંતભાઈના માતા દેવકીબેન તથા મોટા બાપુ શિવજીભાઈના નામે આ જમીન ચાલતી હોવાથી ૮/૭/ ૨૦૨૨ ના રોજ જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. જે પેટે રૃપિયા એક કરોડ મળતા જશવંતભાઈએ તે પૈસા જયેશભાઈ પ્રજાપતિને બારોબાર ચૂકવી દીધા હતા. જમીન લેનાર વ્યક્તિઓએ ૧૦ લાખ ૮૯ હજારનો એક ચેક એમ કુલ ત્રણ ચેક આપ્યા હતા. જેથી ૩૨,૬૭,૦૦૦ ચેકથી મળ્યા હતા, અને રોકડ મળી કુલ રૃપિયા એક કરોડ ૮૭ લાખ આપ્યા હતા. બાકી નીકળતા પૈસા બાબતે એમઓયુ કરવાનું કહેવા છતાં તેઓ કરી આપતા ન હતાં.  અંતે પરિસ્થિતિ સામે હારી જઈને ગતરોજ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બાબતે દહેગામ પોલીસ મથકે કેશુભાઈ પોપટભાઈ પીપળીયા (રહે. નિકોલ અમદાવાદ), અમરતભાઈ લલ્લુભાઈ વાણંદ (રહે દહેગામ મારુતિ ફ્લોરા), મહેશ રામાભાઈ પટેલ (રહે દહેગામ શ્રીનાથ સોસાયટી), પ્રતીકકુમાર મહેન્દ્રભાઈ પટેલ (રહે નરોડા અમદાવાદ), મનસુખભાઈ ભીખાભાઈ માદલીયા (રહે નરોડા અમદાવાદ), સોનાણી નિખિલ જેઠાલાલ (રહે.વાસણા અમદાવાદ), રાકેશભાઈ નારાયણભાઈ રબારી તથા જગદીશભાઈ ચેહરભાઈ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!