BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચના જંબુસરના એક ગામમાં યુવતી પર દુષ્કર્મ આચરી તેને મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના જંબુસરમાં દુષ્કર્મના વધુ એક બનાવથી ચકચાર મચી જવા પામી છે. જંબુસરના એક ગામમાં યુવતી પર સફવાન નામના યુવકે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવતીને તેની બહેનના ઘરની બહાર ફેંકી આરોપી ફરાર થઇ ગયો હતો. આ મામલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને પ્રથમ સારવાર અર્થે જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જોકે યુવતીની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે જંબુસરથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે આ મામલામાં યુવતીના પ્રેમી અને તેના ભાઈ સહિત કુલ ચાર લોકો સામે ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. મામલાની તપાસ જંબુસર પોલીસ ચલાવી રહી છે.




