BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
અંકલેશ્વર GIDCમાં ગેસ લાઇન લીકેજ:કોહીઝોન લાઈફ સાયન્સ નજીક ગેસલાઈનમાં ભંગાણ, ફાયર વિભાગે પરિસ્થિતિ કાબૂમાં લીધી
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર જીઆઈડીસીમાં કોહીઝોન લાઈફ સાયન્સ કંપની નજીક ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું છે. વરસાદી વાતાવરણ વચ્ચે ગેસ લાઈનમાં લીકેજ થતાં આસપાસની કંપનીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.
કંપનીના અધિકારીઓએ તાત્કાલિક ગુજરાત ગેસ કંપની અને ફાયર વિભાગને જાણ કરી. બંને વિભાગના અધિકારીઓ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયા. તેમણે સૌપ્રથમ ગેસ લાઈનને બંધ કરી અને ત્યારબાદ સમારકામની કામગીરી શરૂ કરી હતી.
આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને તાત્કાલિક નિયંત્રણમાં લેવામાં આવી છે. ગેસ લાઈનના સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.