અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા વેદમાતા ગાયત્રી મંદિર સામેના મેદાનમા ગાયત્રી મહયજ્ઞનો શુભ પ્રારંભ કરાયો
યજ્ઞ એ વેદો અને ઉપનિષદ માં પણ યજ્ઞ નું મહત્વ વર્ણવેલું છે પહેલાના જમાના માં ઋષિમુનિઓ અલગ અલગ ઔષધિઓ દ્વારા યજ્ઞ માં આહુતિ આપી ને પોતાનું કાર્ય પૂર્ણ કરતા હતા અને ભગવાન ને રિજવતા હતા ત્યારે હાલ કલિયુગ માં પણ દેવકાર્ય નું એટલુંજ મહત્વ છે અલગ અલગ દેવિદેવતા ના અલગ અલગ યજ્ઞો થતા હોયછે શિવજી માટે રુદ્રયજ્ઞ માતાજી માટે ચંડી યજ્ઞ મા ગાયત્રી માટે ગાયત્રી મહાયજ્ઞ ત્યારે મોડાસા ખાતે યજમાન ભરત ગૌરીશંકર જોષી પરિવાર દ્વારા ત્રી દિવસીય ગાયત્રી મહાયજ્ઞ યોજાયો
મોડાસા વેદમાતા ગાયત્રી મંદિર સામે ના મેદાન માં આજથી ગાયત્રી મહયજ્ઞ નો પ્રારંભ કરાયો રેલવે સ્ટેશન રોડ પાસે વૈદિક પદ્ધતિથી યજ્ઞકુંડ તૈયાર કરી ને યજમાન પરિવાર ને 35 ભૂદેવો દ્વારા રાજોપચારી પૂજા નો પ્રારંભ કરાયો ત્રણ દિવસ માં ભૂદેવો દ્વારા 1.25 લાખ આહુતિ અપાશે અરવલ્લી જિલ્લા માં પ્રથમ વખત ત્રિદિવસીય ગાયત્રી મહાયાગ યોજાઈ રહ્યો છે ત્યારે હજ્જારો ભક્તો યજ્ઞ ના દર્શન નો લાભ લેશે યજ્ઞ ના આચાર્ય સનત ગોર ના આચાર્ય પદે યજ્ઞ નો પ્રારંભ કરાયો છે