આદર્શ સાયન્સ કોલેજ,વિસનગર દ્વારા GCSC રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી

2 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ સાયન્સ કોલેજ,વિસનગર દ્વારા GCSC રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી.આદર્શ સાયન્સ કોલેજ વિસનગર દ્વારા GCSC રાષ્ટ્રીય અવકાશ દિવસ 2026 ને ઉજવણી નિમિત્તે 21 થી 23 ઓગસ્ટ 2026 દરમિયાન ગુજરાત સાયન્સ સીટી અમદાવાદ ખાતે ત્રણ દિવસીય અવકાશ મહોત્સવ માં તારીખ 22 ઓગસ્ટ 2026 ના રોજ અમારી કોલેજના સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સ સિટીની મુલાકાત લેવામાં આવી હતી.
જેમાં અવકાશ વિજ્ઞાન પ્રદર્શન,અવકાશ ક્વિઝ, 3D અવકાશ રંગોળી, પ્લેનેટેરીયમ શો વગેરે વિજ્ઞાન થીમ બેઝ પેવેલિયનનો માર્ગદર્શિક પ્રવાસનો સમાવેશ થયો હતો. આ વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ મુલાકાત લઈ અવકાશ વિશેની માહિતી મેળવી હતી. ત્યારબાદ એક્વેરિટી ગેલેરી ,એસ્ટ્રોનોમી ગેલેરી અને રોબોટિક ગેલેરી વગેરે સ્થળોએ મુલાકાત લીધી. વિવિધ અવનવી માછલીઓ અને રોજિંદા જીવનમાં તથા વ્યવસાય ક્ષેત્રે કે તબીબી ક્ષેત્રે રોબોટ્સનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની વિદ્યાર્થીઓએ માહિતી મેળવી હતી . વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો ઉપયોગ કયા ક્ષેત્રે અને કઈ રીતે થાય તેનો પણ માહિતી તેમને જાણવા મળી હતી.જેમાં વિદ્યાર્થીઓની સાથે પ્રો.મેઘાબેન સથવારા અને પ્રો. વિરેન્દ્રસિંહ ચૌહાણ એ વિજ્ઞાન વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.અમારા સાયન્સ કોલેજના પ્રિન્સિપાલશ્રી કાર્તિકભાઈ કડિયા તથા સમગ્ર સ્ટાફગણ અને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળનો આભાર માનીએ છીએ.





