BANASKANTHAGUJARATPALANPUR

જી.ડી. મોદી કૉલેજ ઑફ આર્ટ્સ, (પાલનપુર) CWDC દ્વારા ગાયનેક વ્યાખ્યાનનું આયોજન કરાયું 

27 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ CWDC & રોટરી કલબ ઑફ પાલનપુર ડાયમંડ સીટીના સંયુક્ત ઉપક્રમે તા.૨૭/૯/૨૦૨૪ના રોજ સવારે ૮.૩૦ થી ૧૦.૩૦ દરમિયાન કેમ્પસના ઓડિયો વિઝ્યુઅલ હૉલ ખાતે પ્રિ. ડૉ એસ.જી ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ CWDC ના કન્વીનર ડો.સુરેખાબેન અને પ્રો. હેમલબેન દ્વારા પાલનપુરના જાણીતા સ્ત્રી-રોગ નિષ્ણાત ડૉ. સંજયભાઈ ધારાણીનું ‘Adolescent education and hygiene’વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ કોલેજની 125 વિદ્યાર્થીનીઓએ લીધો હતો. આ વ્યાખ્યાનમાં ડૉ.ધારાણી સાહેબ દ્વારા માસિક ધર્મ શું છે ?,માસિક ધર્મની સમસ્યાઓ, ગર્ભાશય સંબંધિત સમસ્યાઓની માહિતી, ન્યૂટ્રિશિયન ફૂડ અવરનેસ , ગર્ભાધાન સબંધી માહિતી જેવી અનેક બાબતોની સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને શોભાવવા પ્રિ. એસ. જી ચૌહાણ સાહેબ, રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટીના સેક્રેટરી રોટે. ડૉ. જીગ્નેશ મહેશ્વરી, પ્રો. મૂકેશ રાવલ ઉપસ્થિત રહ્યા હતા.પ્રવર્તમાન સમયમાં કૉલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની આ ઉંમરની ગાયનેક સમસ્યાઓ અનેક હોય છે, પરિણામે, વિદ્યાર્થિનીઓ મૂંઝવણ અનુભવતી હોય છે. વિદ્યાર્થીનીઓને મૂંઝવતા ગાયનેક સબંધી વિવિધ પ્રશ્નોના નિરાકરણ અર્થે CWDC દ્વારા પ્રતિવર્ષ ગાયનેકોલોજીસ્ટના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!