વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા.૦૫ જુલાઈ : તાલુકાની નોખાણિયા પ્રા. શાળામાં તાજેતરમાં કુનરિયા ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ નવા શેડ ઉપરાંત શાળાના હયાત વર્ગખંડો અને ઓફિસ માટે નવા પંખાની જરૂરિયાત હોતાં શાળાના આચાર્ય હરિસિંહ જાડેજાએ ગામના યુવા ટ્રાન્સપોર્ટ અગ્રણી તથા બિઝનેસમેન અને શાળાને કાયમી ઉપયોગી થતા ભરતભાઈ છાંગા પાસે આ બાબતે ટહેલ મૂકતા તેમણે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર તરત તેમના તરફથી શાળાને કુલ રૂપિયા ૭૦ હજારની કિંમતના ૨૮ પંખાની ભેટ આપવામાં આવી છે અને સાથે પંખાઓનું ફીટિંગ પણ કરી આપવામાં આવ્યું છે. તેમના આ ભગીરથ કાર્ય બદલ સૌ ગ્રામજનો અને વાલીઓએ તેમને અભિનંદન આપ્યા હતા. આ તકે કુનરિયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રશ્મિબેન છાંગા , ઉપસરપંચ સુરેશ છાંગા, શાળાના આચાર્ય હરિસિંહ જાડેજા શિક્ષકો લીલાધર બિજલાણી, બ્રિજેશ બુચ, કેશુ ઓડેદરા , નમ્રતા આચાર્ય, ગ્રામ પંચાયતના સભ્યો વાલીબેન છાંગા, ગીતાબેન ચાડ, ઉપરાંત એસ.એમ.સી.ના નવ નિયુક્ત અધ્યક્ષ હરિભાઈ ચાડ, પૂર્વ અધ્યક્ષ ભીલાલ સમા તેમજ ગામના યુવા અગ્રણીઓ મનજી છાંગા, રમેશભાઈ છાંગા, કિશોર ચાડ, હરેશ છાંગા, ભરત વેલજી, ભરત વિરમ સહિતનાઓએ ઉમદા કાર્યને બિરદાવી આભારની લાગણી વ્યક્ત કરી હતી . અત્રે ઉલ્લેખનીય છે કે દાતા ભરતભાઈ છાંગા તરફથી અગાઉ પણ બાળકોને ઠંડા પાણીની સુવિધા મળે તે માટે શાળાને રૂ,૩૭ હજારની કિંમતનો વોટરકુલર તેમજ ૩૫ હજારની કિંમતના સી.સી. ટી.વી. કેમેરાની ભેટ અપાઈ હતી.