GIR SOMNATHKODINAR

કોડિનાર ના મૂળ દ્વારકાના દરિયા કિનારે સ્વછતા અભિયાન તેમજ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ઉજવાયો.

તાલુકા કાનુની સેવા સમિતિ, નેહરુ યુવા કેન્દ્ર જુનાગઢ ,શ્રી જે.એસ પરમાર કોલેજ, ત્રિનેત્ર અને નોબલ હેન્ડ ફાઉન્ડેશન કોડીનારના સંયુક્ત ઉપક્રમે મુળ દ્વારકા દરિયા કિનારા પર અવિઘટનીય કચરાને એકઠો કરવામાં આવ્યો.તેમજ એન એસ એસ ના સ્યમસેવકો ને સ્વચ્છતા હિ સેવા વિશે માહિતી આપવામાં આવી.તેમજ અહિંસા દિવસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. લીગલ સેક્રેટરી અશ્વિનભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પીએલવી પ્રકાશ મકવાણા,રવી સોસા, કુંજલ સોલંકી,એન.વાય.એસ.કે દિવ્યા મકવાણા ,પોગ્રામ ઓફિસર પ્રો ભરતભાઈ ઝણકાટ તેમજ ત્રિનેત્રના સભ્ય સેજલ ચુડાસમા , પ્રુથ્વી જેઠવા અને સ્વયં સેવકો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!