GIR GADHADAGIR SOMNATH

ગીર ગઢડા નાં દ્રોણેસ્વર ગુરુકુળ ખાતે ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

તા.11

ગીર ગઢડા નાં દ્રોણેસ્વર ગુરુકુળ ખાતે ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વર મુકામે પત્રકાર પરિષદ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ઉના ગીર ગઠડા પંથક નુ આસ્થા નુ મહાન કેન્દ્ર એટલે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વર મુકામે મકરસંક્રાતિ તારીખ.૧૪ થી ૧૮ જાન્યુઆરી ૨૦૨૩ પાંચ દિવસ ના આ ભવ્ય આયોજન પ્રસંગે ભાવિ ભક્તો ને જાહેર આમંત્રણ આપવામાં આવે છે. આ અવસરે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી રાજેશ પ્રસાદજી મહારાજ, શ્રી માધવ પ્રિયદાસજી સ્વામી, શ્રી બાલકૃષ્ણ દાસજી સ્વામી વગેરે ભાવિ મહાનુભાવો સંતો મહંતો ઉપસ્થિત રહેશે. આ મહોત્સવ ના મંગલ આયોજનો શ્રી સ્વામિનારાયણ મહામંત્ર અખંડ ધૂન, અરણીમંથન, ગૌપુજન, પોથીયાત્રા, મહોત્સવ ઉદ્દઘાટન, સર્વરોગ નિદાન કેમ્પ, ઠાકોરજીની નગરયાત્રા, રાસોત્સવ, મહિલા મંચ, ભાચા અને વાજડી, તથા પડા, વાવરડા, ગામ માં મુર્તિ પ્રતિષ્ઠા, અને સાંસ્કૃતિક કાર્યક્રમો, રક્તદાન કેમ્પ, પ્રાકૃતિક ખેતી સેમિનાર, સન્માન સમારોહ વગેરે અનેક પ્રકારના કાર્યક્રમો પાંચ દિવસ સુધી સતત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વર મુકામે નિહાળવા મળ છે.

કુદરતી વાતાવરમાં કુદરત ના સાનિધ્ય માં અનુભતી સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બાળકો વિદ્યાર્થીઓ ના જીવન ભણતર ને એક નવી દિશા આપવા નુ કામ કરી રહી છે. ત્યારે હજારો વિદ્યાર્થીઓ એ આ ગુરુકુળ માંથી સામાન્ય ગરીબ, મધ્યમ વર્ગ ના બાળકો રાજ્ય નેશનલ સુધી રમત ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવી રહ્યા છે. સફળ કારકિર્દી ના પંથે સંસ્કાર અને સંસ્કૃતિના સંગાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વર ખાતે વિદ્યાર્થીઓ ના ભવિષ્ય માટે અનેક પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરેલ છે. આ પાંચ દિવસ સુધી ઉના, ગીર ગઢડા પંથકના દરેક ભાવિ ભક્તો એ અવશ્ય દર્શન તથા પ્રસાદ નો લાભ લેવા જાહેર હાર્દિક આમંત્રણ છે

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!