GIR SOMNATHTALALA

તાલાલા હોસ્પિટલમાં ભારે વરસાદ વચ્ચે ૧૪ પ્રસૃતિ સાથે ૧૮ ઓપરેશન થયા

તાલાલા હોસ્પિટલમાં ભારે વરસાદ વચ્ચે ૧૪ પ્રસૃતિ સાથે ૧૮ ઓપરેશન થયા છ માતાએ પુત્રી અને આઠ માતાએ પુત્રને જન્મ આપ્યો:સફળ સારવાર થી આરોગ્ય પરિવારને સંતોષ

તાલાલા પંથકના ૪૫ ગામ માટે આશીર્વાદરૂપ એક માત્ર સરકારી હોસ્પિટલમાં તાલાલા પંથકમાં ભારે વરસાદના દિવસે હોસ્પિટલમાં ૧૪ પ્રસૃતિ સાથે ૧૮ ઓપરેશન થયા હતા.હોસ્પિટલ ના ગાયનેક ડો.પુનિત રાખોલીયા એ આપેલ વિગત પ્રમાણે તાલાલા પંથકમાં મંગળવારે પડેલ ભારે વરસાદ વચ્ચે હોસ્પિટલમાં ૧૪ પ્રસૃતિ ના કેસ આવેલ.હોસ્પિટલના સ્ટાફ ની સતત મહેનતથી છ નોર્મલ,આઠ સિઝેરીયન સાથે તમાંમ ૧૪ પ્રસૃતિ સફળતાપૂર્વક થઈ હતી.જેમા છ માતાએ પુત્રી,આઠ માતાએ પુત્રને જન્મ આપ્યો હતો.આ ઉપરાંત હોસ્પિટલમાં સાત ગર્ભાશયના,ત્રણ નાના એમ કુલ ૧૮ ઓપરેશન કરવામાં આવ્યા હતાં.તમામ દર્દીઓને સફળ સારવાર આપવામાં સફળતા મળવા બદલ હોસ્પિટલના સ્ટાફ પરીવારને સંતોષ થયો છે.

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!