JUNAGADHTALALA

સાસણનાં સિંહ સદન  ખાતે મતદાન જાગૃતિના સેલ્ફી પોઇન્ટે જગાવ્યું આકર્ષણ

જૂનાગઢ તા.૧૬  સાવજોની નગરી સાસણમાં મતદાન જાગૃતિની ઝુંબેશને જિલ્લા ચટણી તંત્ર દ્વારા વેગ અપાયો છે. અહીંના સિંહ સદન ખાતે દેશ અને દુનિયાના લાખો પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવતા હોય છે ત્યારે આ મહત્વના ટુરિસ્ટ સ્પોટ ઉપર  મતદાન જાગૃતિના સેલ્ફી પોઇન્ટે આકર્ષણ જગાવ્યું છે.

વન વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા પણ મતદાર  જાગૃતિની ઝુંબેશને વેગ આપવામાં ચૂંટણી તંત્રને સહકાર આપવામાં આવી રહ્યો છે. સિંહ સદન કેમ્પસમાં આધુનિક ઓડિટોરિયમમાં મતદાર  જાગૃતિનાં કાર્યક્રમોમાં આયોજન થાય છે.  એ.સી.એફ.શ્રી કલ્પેશ ભાટિયા દ્વારા સેલ્ફી પોઇન્ટમાં સેલ્ફીના માધ્યમથી મતદાન જાગૃતિની અપીલ લોકોને કરવામાં આવી રહી છે, તો એજ્યુકેશન ઇન્સ્પેક્ટરશ્રી જલ્પા કયાડા, સહાયક માહિતી નિયામકશ્રી પારૂલ આડેસરા તથા માહિતી વિભાગની ટીમ દ્વારા પણ મતદાર જાગૃતિના સેલ્ફી પોઇન્ટ ખાતેથી મતદારોને મતદાન જાગૃતિની અપીલ કરવામાં આવી છે

સાસણના સિંહ સદન ખાતેના ગીર સોવેનિયર શોપનાં બિલ ઉપર મતદાન જાગૃતિ અંગેના સિક્કા લગાવીને લોકોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. સિંહ સદનમાં ઊભો થયેલ મતદાન જાગૃતિનો માહોલ પ્રવાસીઓને મતદાન કરવા પ્રેરિત કરે છે.

તાજેતરમાં જિલ્લા ચૂંટણી અધિકારી -કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવતે સાસણમાં ઉપસ્થિત રહીને પ્રવાસીઓને  સિંહ દર્શન કરાવતા અઢીસોથી વધુ જીપ્સી ડ્રાઇવરોની ગાડીમાં મતદાર જાગૃતિના સ્ટીકર લગાવવાનું મતદાન જાગૃતિની અભિયાન શરૂ કરાવ્યું હતું.

જંગલોમાં ફરતા પ્રવાસીઓને જંગલ વિશેની માહિતીથી વાકેફ કરતા ૧૫૦ થી વધુ ગાઈડને પણ મતદાન કરવાની અપીલ કરાઈ હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!