GIR SOMNATHUNA

ઊના ટાઉનહૉલમાં લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા ચંદ્રયાન-3 સેમિનાર યોજાયો

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ  તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી  પ્રસ્થાપિત શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર -ગીર સોમનાથ તથા ઊના-ગીર ગઢડાના વિજ્ઞાનમાં રસ ધરાવતા શિક્ષક મિત્રો દ્વારા તથા Ideal experiential learning pvt. ltd. દ્વારા આશરે 450 થી વધુ સંખ્યામાં ઊના-ગીર ગઢડાની વિવિધ શાળાઓના જિજ્ઞાસુ બાળકો ઉપરાંત શિક્ષક મિત્રો, અન્ય મહેમાનો માટે, તારીખ 20/8/2023ના રોજ સવારે 10 થી 1 વાગ્યા સુધી ઊના નગરપાલિકા સંચાલિત ટાઉનહૉલમાં ચંદ્રયાન-3 ના લોન્ચિંગ થી લેન્ડિંગ તેમજ અવકાશ વિજ્ઞાનને લગતો માહિતી સભર તેમજ ઇન્ટરેક્શન સાથેનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ ત્યારબાદ ડી.ડી. પોપટ દ્વારા આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ અને લોકવિજ્ઞાન દ્વારા કરવામાં આવતી વિવિધ વિજ્ઞાનલક્ષી પ્રવૃત્તિની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ તેમજ ચાલુ વર્ષે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો જેવા કે એન.સી.એસ.સી., નેશનલ રૂરલ આઇ.ટી. ક્વિઝ, સાયન્સ સેમિનાર તેમજ સાયન્સ ડ્રામા વિશે હાજર શિક્ષકમિત્રો તથા વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવેલ.
આ કાર્યક્રમમાં શ્રી ધર્મભક્તિ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર-ગીર સોમનાથ તરફથી તમામ વ્યક્તિઓને બિસ્કીટ તથા સ્મૃતિ ભેટ સ્વરૂપે પેન આપવામાં આવેલ લોક વિજ્ઞાન કેન્દ્ર તરફથી નરેશભાઈ પટેલ, વિજયભાઈ કોટડીયા ઉપરાંત ideal તરફથી ત્રિલોકભાઈએ હાજરી આપી.
આ કાર્યક્રમ માટે વિહારભાઈ ઘુલ,જયદીપસિંહ બાબરીયા, ધર્મેન્દ્રભાઈ પોપટ,જયેન્દ્રભાઈ ચૌહાણ, ભરતભાઈ ગોસ્વામી,પ્રિયાંકભાઈ વાંસિયા,ધર્મેન્દ્રભાઈ જોશી અને નીતિનભાઈ ઓઝાએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, વિડીયો, મોટીવેશનલ સ્પીચ તેમજ પ્રશ્નોત્તરી માટે આયોજન, મહેનત તથા સમય આપ્યો હતો. આ તકે કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ શિક્ષક મિત્રોનો કેન્દ્ર આભાર વ્યક્ત કરે છે.

વાત્સલ્યમ સમાચાર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!