GIR GADHADAGIR SOMNATH

ગીર ના માલધારીઓ દ્વારા પડતર પ્રશ્નો ને લઈને આમરણાંત ઉપવાસ ની ચીમકી

ગીર ના માલધારીઓ દ્વારા પડતર પ્રશ્નો ને લઈને આમરણાંત ઉપવાસ ની ચીમકી

ગીર ના જંગલ ના નેસો માં વસવાટ કરતા માલધારીઓ દ્વારા પોતાના પડતર પ્રશ્નો ને લઈને મુખ્ય વનસંરક્ષક શ્રી ,નાયબ વનસંરક્ષક શ્રી ગીર પશ્ચિમ વિભાગ ને આવેદનપત્ર આપવામાં આવેલ હતું અને આગામી 10 દિવસ માં આ પ્રશ્નો નું નિરાકરણ નહિ આવે તો આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી આપેલ છે.

વનવિભાગ દ્વારા કાયમી-બિનકાયમી-ગેરકાયદેસર માલધારીઓ જેવા ભેદ પાડીને હેરાનગતિ કરવામાં આવે છે,મસવાડી પાસ માં વારસાઈ એન્ટ્રી માં હેરાનગતિ,મહેમાનો ને આવવા-જવા દેવા તેમજ રાત્રી રોકાણ માટે મનાઈ કરવી,ખાતર ની પરમિશન માટે હેરાનગતિ, સોલાર લાઈટ અને પાણી ના પ્રશ્ન,ઢોર મારણ ના કિસ્સા માં સહાય ન આપવી,વનવિભાગ ના કામો માં પ્રાધાન્ય ન આપવું,સરકારી યોજના ના લાભ ન મળવા ,હંગામી સ્થળાંતર માટે મનાઈ,ઘાસચારા ની તકલીફ,વિવિધ નાકાઓ થી પ્રવેશ માં મુશ્કેલી,નેસવાસીઓ ને જીપ્સી માટે મંજૂરી આપવી તેમજ અન્ય ઘણા સળગતા પ્રશ્નો બાબતે ગીર ના નેસવાસીઓ દ્વારા વનવિભાગ ની કચેરી જૂનાગઢ ખાતે મોટી સંખ્યા માં હાજર રહીને આવેદનપત્ર આપેલ હતું અને નાયબ વન સંરક્ષક શ્રી ને પોતાના પડતર પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆતો કરેલ હતી અને જો 10 દિવસ માં પ્રશ્નો નું નિરાકરણ નહિ આવે તો આગામી 25/3/24 થી સાસણ સિંહ સદન ખાતે તમામ માલધારીઓ અને તેમનો પરિવાર આમરણાંત ઉપવાસ ઉપર ઉતરશે તેમ જણાવેલ હતું.આગામી સમય માં ગીર ના માલધારીઓ નું આંદોલન વેગ પકડવાની શકયતા સેવાઇ રહી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!