GIR SOMNATHGIR SOMNATH

Gir Somnath : વિશ્વ અવકાશ સપ્તાહ-૨૦૨૩ ની વિવિધતા સભર ઉજવણી કરતું જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ

ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર પ્રસ્થાપિત શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા તારીખ.૦૪/૧૦/૨૦૨૩ થી તા.૧૦/૧૦/૨૦૨૩ ‘વર્લ્ડ સ્પેસ વીક’ની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
આ અંગે વિસ્તૃત માહિતી આપતા લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર નરેશભાઈ એન. ગુંદરણીયા એ જણાવેલ કે દર વર્ષે ૪ થી ૧૦ ઓક્ટોબર દરમિયાન વર્લ્ડ સ્પેસ વીકની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ 2023ની થીમ ‘સ્પેસ અને ઉદ્યોગ સાહસિકતા’ છે. ૪ ઓક્ટોબર ૧૯૫૭માં સૌ પ્રથમ વાર માનવ નિર્મિત ઉપગ્રહ ”સ્પૂતનિક 1’ને અવકાશમાં તરતો મૂકાવાની અને ૧૦ ઓક્ટોબર ૧૯૬૭માં ચંદ્ર અને અન્ય અવકાશી પદાર્થો સહિત બાહ્ય અવકાશના અન્વેષણ અને શાંતિપૂર્ણ ઉપયોગોમાં રાજ્યોની પ્રવૃત્તિઓને સંચાલિત કરતા સિદ્ધાંતો પરની સંધિ પર થયેલા હસ્તાક્ષરની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વ અવકાશ સપ્તાહ ની વિવિધતા સભર ઉજવણીમાં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઓનલાઇન ક્વિઝ નું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ 550 થી વધારે લોકોએ ભાગ લીધેલ ત્યારબાદ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્વામિનારાયણ પ્રાથમિક શાળા ખાતે મોડેલ રોકેટ મેકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ 200 થી વધારે બાળકોએ ભાગ લીધેલ જેના તજજ્ઞ તરીકે પી.એમ. બામણીયા તથા આર.કે. બારડ રહ્યા હતા ત્યારબાદ રાજ આશ્રમશાળા પ્રભાસ પાટણ ખાતે વિડિયો નિર્દર્શન તથા પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા વિશ્વ અવકાશ સપ્તાહ વિશે બાળકોને માહિતી આપવામાં આવેલ જેમાં કુલ 150 થી વધારે બાળકોએ ભાગ લીધેલ જેના તજજ્ઞ તરીકે લોક વિજ્ઞાન કેન્દ્રના સાયન્સ કમ્યુનિકેટર ધર્મેશભાઈ મકાણી રહેલ. આ સંદર્ભે તારીખ ૮ ઓક્ટોબર ૨૦૨૩, રવિવારના રોજ રીજીયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ ખાતે વિવિધ સાયન્ટીફીક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ, જેમાં ડો. વિક્રમ સારાભાઈ સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC) ખાતે કાર્યરત વૈજ્ઞાનિકો રીજીયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ પર પધારેલ અને ઇસરોના ‘ગગનયાન’ પ્રોજેક્ટ પર પોતાનું વ્યાખ્યાન આપેલ. આ કાર્યક્રમનો સમય સવારે ૧૧:૩૦ થી ૦૧:૦૦ કલાક સુધીનો હતો. આ સેશનમાં અવકાશ વિજ્ઞાન સાથે જોડાયેલી અનેક રસપ્રદ માહિતીઓથી વિદ્યાર્થીઓ અને જાહેર જનતાને લાભ મળે તેવા હેતુથી લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવેલ જેમાં કોલેજ કક્ષાના 80 જેટલા બાળકો સામેલ થયા હતા. ત્યારબાદ લોકવિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે આકાશ દર્શન કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો જેમાં કુલ 125 જેટલા લોકોએ ભાગ લીધેલ હતો જેના તજજ્ઞ તરીકે લોક વિજ્ઞાન કેન્દ્રના એકેડેમી કો-ઓર્ડીનેટર વિજયભાઈ કોટડીયા રહ્યા હતા.

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!