NAVSARI

નવસારી જિલ્લામાં પ્રથમ વખત પોલીસવડાની અધ્યક્ષતામાં અંકલેશ્વર ખાતે રૂ. ૨.૪૭ હજારનો નાર્કોટિક્સ મુદ્દામાલનો નાશ કરાયો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં પ્રથમ વખત નવસારી જિલ્લા પોલીસવડાની અધ્યક્ષતામાં અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાંથી ઝડપાયેલ નાર્કોટિક્સના મુદ્દામાલ ને અંકલેશ્વર ખાતે નિષ્ણાત મદદથી નાશ કરવામાં આવ્યો છે. સ્વછતા હી સેવા સંકલ્પ અંતર્ગત નવસારી જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ સુશીલ અગ્રવાલ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય એસ.કે. રાય સાહેબના  દિશાસૂચક  હેઠળ એસ.ઓ.જી. નવસારીના પોલીસ ઈન્સપેક્ટર, તથા પોલીસ ઈન્સપેક્ટર, બીલીમોરા પો.સ્ટે., નવસારી રૂરલ પો.સ્ટે. તથા પોલીસ સબ ઈન્સ.. ગણદેવી પો.સ્ટે. નાઓના સંકલન દ્વારા નવસારી જીલ્લાના બીલીમોરા પો.સ્ટે. ના ૨ ગુનાનો વનસ્પતિજન્ય ગાંજાનો મુદ્દામાલ ૦.૭૯૮ ગ્રામ જેની કિ.રૂપિયા ૯૭૮૦ /- તથા ગણદેવી પો.સ્ટે.ના ગુનાનો વનસ્પતિજન્ય ગાંજાનો મુદ્દામાલ ૦.૪૯૪ ગ્રામ જેની કિ. રૂપિયા ૪૯૪૦/- તેમજ નવસારી રૂરલ પો.સ્ટે.નો વનસ્પતિજન્ય ગાંજાનો મુદ્દામાલ ૩૮.૯૮૪ કિ.ગ્રા. જેની કિ. રૂપિયા ૨,૩૩,૯૦૪ મળી કુલ ૪ ગુનાઓમા જપ્ત કરાયેલ માદક પદાર્થ ગાંજો કુલ વજન ૪૦.૨૭૬ કિ.ગ્રા. કુલ કિ. રૂપિયા ૨,૪૬,૮૨૪ નો મુદ્દામાલ નાશ નિકાલની કાર્યવાહી આજ ભરૂચ ઇન્વાયરો ઈન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ (BEIL) કંપની, જી.આઈ.ડી.સી. અંકલેશ્વર, જી-ભરૂચ ખાતે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમા નાશ નિકાલ કરવામાં આવ્યો છે.
નવસારી જીલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા “સ્વછતા હી સેવા” સંકલ્પ અનુસંધાને નવસારી જીલ્લાની રચના થયા બાદ પ્રથમ વખત જીલ્લાના ૩ પોલીસ સ્ટેશનના NDPS ના ૪ ગુનાઓમા કબ્જે કરાયેલ નાર્કોટીક્સનો કુલ રૂપિયા ૨,૪૬,૮૨૪નો નાર્કોટિક્સ મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!