ભાવનગરના તળાજા થી 9 અશ્વો સાથે શિવભક્તો સોમનાથ પહોચ્યા, સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવેલા અશ્વોનું કરાયું અશ્વપુજન

0
24
વાત્સલ્યમ્ સમાચાર

તળાજા ના મહામંડલેશ્વર રમજુ બાપુની પ્રેરણાથી યુવાનોએ હમીરજી ગોહિલ સહિત વીરગતિ પામેલા રક્ષકો અને અશ્વોને અનોખી શ્રધાંજલિ આપી

ભાવનગરના તળાજા થી 9 અશ્વ લઈને નીકળેલ શિવભક્તોનું મંડળ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યું હતું. ભાવનગરના લાઠીના વીર હમીરજી ગોહિલે આતતાયીઓ સામે સોમનાથની રક્ષા કરવા પોતના પ્રાણ ની આહુતિ આપી હતી. ત્યારે યુવા પેઢી વીર હમીરજીના સાહસ અને શિવભક્તિથી પ્રેરણા લેય તેવા ઉમદા વિચાર સાથે તળાજાના મહામંડલેશ્વર રમજુ બાપુ ના આહવાન સાથે આ અશ્વ યાત્રા સોમનાથ પહોંચી હતી.અશ્વ યાત્રા સોમનાથ આવી હતી અને વીર હમીરજી ગોહિલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથે સોમનાથ મંદિર પરિસરની સન્મુખ અશ્વ સવારો અને અશ્વો દ્વારા નમન કરવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં રહેલ વીર હમીરજીના સ્મારક ખાતે પુષ્પ અર્પણ કરીને સમગ્ર સમૂહ દ્વારા સોમનાથ મહાદેવનું ધ્વજા પૂજન અને ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું.અશ્વ સનાતન ધર્મમાં અને આપણા શાસ્ત્રોમાં વિશેષ સ્થાન ધરાવે છે. વેદો ની રક્ષા માટે ભગવાન વિષ્ણુ દ્વારા હયગ્રિવ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને શાસ્ત્રોમાં વિષ્ણુ ભગવાનના અશ્વ મુખ વાળા હયગ્રિવ સ્વરૂપને વેદો અને સંસ્કૃતિના રક્ષક તરીકે ઓળખવામાં આવ્યા છે. ત્યારે અશ્વ સનાતન સંસ્કૃતિમાં પવિત્ર સ્થાન ધરાવતા હોય શાસ્ત્રોમાં તેના પૂજન નો ઉલ્લેખ છે.સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ચાવડા સહિતના અધિકારીઓ દ્વારા ભાવનગર થી સોમનાથ લાંબો પંથ કાપીને આવેલા આશ્વોનું પૂજન કરવામાં આવ્યું હતું. અશ્વ સાથે આવડી યાત્રા કરીને સંસ્કૃતિ રક્ષણ માટે આવેલા આ સમૂહને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રેમ પૂર્ણ આતિથ્ય પૂરું પાડવામાં આવ્યું હતું.

તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

527b3145 03d1 45ef b44b a3efb46e0149 d5b68881 f1d9 4ebd ae9b d4560369905b

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews