GIR SOMNATHKODINAR

વેરાવળ: ૧૮૧ અભયમ ટીમના કુશળ કાઉન્સિલીંગ દ્વારા રિસામણે રહેલી મહિલાનું સાસરીમાં કરેલ પુનઃ સ્થાપન

કોડીનાર પંથકનાં ગ્રામ્ય વિસ્તારમાંથી રિસામણે રહેતી મહિલાને સાસરીમાં રહેવું હોય તે માટે ૧૮૧ ટીમની મદદ લીધી. જેમાં ફરજ પર હાજર રહેલ કાઉન્સેલર મનીષા ધોળિયા અને કોન્સ્ટેબલ અલ્પાબેન તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા તેમજ કોડીનારની શી – ટીમ પણ હાજર રહેલ. સ્થળ પર જઈ પીડિતાનું કાઉન્સિલીંગ કરેલ તો જણાવેલ કે મારા લગ્નનાં ૪ મહિના થયા છે.મારા બીજા લગ્ન હોય જેના કારણે અવાર-નવાર સાસરી વાળા મેણાં ટોણાં માર્યા કરે. એવા નાના – મોટા ઝગડા થયા કરતા હતા. ઝગડાઓ મોટું સ્વરૂપ નાં લે તે માટે મારા પિયરમાં જતી રહી હતી. સમય જતાં મારા સાસરી વાળા કોઈ લેવા માટે આવ્યા નાં હોય તે જોતાં એવું લાગ્યું કે મારા સેકન્ડ લગ્ન હોય જેથી મારે મારું લગ્નજીવન બચાવવું છે. તે માટે સાસરીવાળાને સમજવાનાં હોય જેથી મહિલા હેલ્પ લાઇનની મદદ લીધી છે.ત્યારબાદ પીડિતાના પતિ અને સાસરીવાળાને મળ્યા. જેમાં તે લોકોનું વ્યકિગત તેમજ સામૂહિક કાઉન્સિલીંગ કરેલ. જેમાં ઘરના ઝગડાનુ મૂળ કારણ હોય સામાજિક અને આર્થિક પરિસ્થિતિ છે. ૧૮૧ અભયમ ટીમે શી- ટીમને સાથે રાખી સમસ્યાને ધ્યાને રાખીને કાઉન્સિલીંગ દ્વારા સમજાવ્યા અને અંતે અભયમ ટીમના કુશળ કાઉન્સિલીંગ થકી એક મહિલાનો ઘરસંસાર તૂટતો બચાવ્યો.

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!