GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:ગંગા તલાવડી પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૯.૬.૨૦૨૫

તારીખ 28 /06 /2025 ના રોજ હાલોલ તાલુકાના ગંગા તલાવડી પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મેહુલભાઈ પારેખ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (મધ્યાહન ભોજન) રાકેશભાઈ વાળંદ,અરાદ બીટ નીરીક્ષક તથા લાયઝન અધિકારી,અતુલભાઇ પંચાલ,જગદીશભાઈ પટેલ (મારુતિ ફાયનાન્સ ,હાલોલ) ઉપસ્થિત રહીને આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 ના બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અને આશીર્વાદ પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગંગા તલાવડી પ્રાથમિક શાળાના આચાર્ય ડો. નિરાલીબેન સોનીના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતુ જેમાં ગામમાંથી મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!