રાજપારડી ડી પી શાહ વિદ્યામંદિર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી સાંસદ ના અધ્યક્ષસ્થાને કરાઈ
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ડી પી શાહ વિદ્યામંદિર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી સાંસદ ના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થના કરી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું શાળા પરિવાર તરફથી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ દ્વારા ઉપસ્થિત બાળકોને શિક્ષણના મહત્વ અને મોબાઈલ ના ગેરલાભો વિશે બાળકોને વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. ત્યારબાદ શાળાના સંકુલમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસદ દ્વારા શાળાના વર્ગખંડોની મુલાકાત કરી હતી આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બલૂચી મુસ્કાન દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા શિક્ષણ અધિકારી જલ્પાબેન, શાળાના પ્રમુખ સુનિલ પટેલ,ભુપેન્દ્રસિંહ રાઠોડ,ઝઘડીયા ભાજપ ના મહામંત્રીઓ વિનોદ વસાવા,વિક્રમસિંહ રાજ.શાળાના આચાર્ય પારુલ બેન પટેલ તેમજ શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
ઈરફાનખત્રી
રાજપારડી